Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: પશ્ચિમ બંગાળના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો 'ને ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી; એક જાગ્રત શક્તિપીઠ

‘Shakti Peeth Yatra’: પશ્ચિમ બંગાળના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો 'ને ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી; એક જાગ્રત શક્તિપીઠ

પશ્ચિમ બંગાળમાં આવેલી વિવિધ શક્તિપીઠ

‘Shakti Peeth Yatra’: પશ્ચિમ બંગાળમાં કુલ 13 શક્તિપીઠ આવેલી છે. તેમાંથી 6 શક્તિપીઠ વિશે આ આર્ટિકલ વિશે વાત કરીશું. આ છમાંથી એક શક્તિપીઠ ‘જાગ્રત શક્તિપીઠ’માં પણ સ્થાન ધરાવે છે.

અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’ની શ્રેણીના આ આર્ટિકલમાં આપણે જઈશું પશ્ચિમ બંગાળ. અહીં સૌથી વધુ શક્તિપીઠ આવેલી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 13 શક્તિપીઠ આવેલી છે. તેમાંથી 6 શક્તિપીઠ વિશે આપણે આજે વાત કરીશું. ગયા આર્ટિકલમાં આપણે 6 શક્તિપીઠ વિશે વાત કરી, હવે જઈએ સાતમી શક્તિપીઠ તરફ...

7. બાહુલ શક્તિપીઠ


bahul shakti peeth graphic
બાહુલ શક્તિપીઠ


હવે સાતમી શક્તિપીઠની વાત. પશ્ચિમ બંગાળના વર્ઘમાન જિલ્લાના કટુલા તાલુકાના કેતુગ્રામ ગામમાં ‘બાહુલ શક્તિપીઠ’ આવેલી છે. અજેય નદીના તટ પર ભગવતી સતીનો ડાબો હાથ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘દેવી બાહુલા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘ભીરુક ભૈરવ’ના રૂપમાં શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ શક્તિપીઠ એટલે શું? જાણો શક્તિપીઠ સાથે જોડાયેલી તમામ માહિતી

8. ઉજ્જનિ શક્તિપીઠ


ujani shakti peeth graphics
ઉજ્જનિ શક્તિપીઠ


પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના ગુસ્કુર સ્ટેશન પાસે આઠમી શક્તિપીઠ ‘ઉજ્જનિ શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીનું જમણું કાંડુ આ જગ્યાએ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘મંગલ ચંદ્રિકા’ નામે ઓળખાય છે. ભગવાન શિવ આ શક્તિપીઠની રક્ષા ‘કપિલાંબર ભૈરવ’ તરીકે કરે છે.

9. ત્રિસ્ત્રોત શક્તિપીઠ


tristrot shakti peeth graphic
ત્રિસ્ત્રોત શક્તિપીઠ


નવમી શક્તિપીઠ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લાના સાલાબાઢી ગામમાં આવેલી છે. તે ‘ત્રિસ્ત્રોત’ શક્તિપીઠ તરીકે જાણીતી છે. ભગવતી સતીનો ડાબો પગ અહીં પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ભ્રામરી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘અંબર’ ભૈરવના રૂપમાં આ શક્તિપીઠની રક્ષા કરે છે.

10. જોગદ્યા શક્તિપીઠ


jogdya shakti peeth graphic
જોગદ્યા શક્તિપીઠ


‘જોગદ્યા શક્તિપીઠ’ પશ્ચિમ બંગાળ રાજ્યના વર્ધમાન જિલ્લાના ખીરગ્રામમાં આવેલી છે. ભગવતી સતીના જમણા પગની બીજી આંગળી આ જગ્યાએ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘જોગદ્યા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘ક્ષીર ખંડક’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ જાણો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આવેલી શક્તિપીઠ વિશે

11. કાલિઘાટ શક્તિપીઠ


kali ghat shakti peeth graphic
કાલિઘાટ શક્તિપીઠ


હવે વાત કરીએ અગિયારમી શક્તિપીઠ કે જે ‘કાલિઘાટ શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલિઘાટમાં આવેલી છે. અહીં ભગવતી સતીનો જમણા પગનો અંગૂઠો પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘કાલિકા’ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શિવ ‘નકુલીશ’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે. આ શક્તિપીઠ ‘જાગ્રત શક્તિપીઠ’ છે.

12. રત્નાવલી શક્તિપીઠ


ratnavali shakti peeth grapic
રત્નાવલી શક્તિપીઠ


બારમી શક્તિપીઠ ‘રત્નાવલી શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ખાનાકુલ-કૃષ્ણનગરમાં આવેલી છે. રત્નાવકર નદી કિનારે આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીનો જમણો ખભો અહીં પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘કુમારી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘શિવા’ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષા કરે છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri Culture, Navratri Puja

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन