Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: પંજાબમાં ‘ત્રિપુરમાલિની’ તો ઓરિસ્સામાં ‘વિમલા’ શક્તિ પ્રગટ્યાં, ઘરે બેઠાં કરો દર્શન

‘Shakti Peeth Yatra’: પંજાબમાં ‘ત્રિપુરમાલિની’ તો ઓરિસ્સામાં ‘વિમલા’ શક્તિ પ્રગટ્યાં, ઘરે બેઠાં કરો દર્શન

પંજાબ, ઓરિસ્સા અને કેટલીક અજ્ઞાત શક્તિપીઠ.

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, નેપાળ, તિબેટ, પાકિસ્તાન અને શ્રીલંકાની 47 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે ‘શક્તિપીઠ યાત્રા’ના આ છેલ્લા આર્ટિકલમાં કેટલીક ઓરિસ્સા, પંજાબ સહિત અજ્ઞાત શક્તિપીઠના દર્શન કરીશું.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’નો આ છેલ્લો આર્ટિકલ. અત્યાર સુધીમાં આપણે દેશ-વિદેશની વિવિધ 47 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા. હવે અંતિમ ચાર શક્તિપીઠના દર્શને જઈશું. તો ચાલો જઈએ પંજાબ, ઓરિસ્સા અને કેટલીક અજ્ઞાત શક્તિપીઠના દર્શને..

    48. ત્રિપુરમાલિની શક્તિપીઠ


    Tripurmalini Shakti Peeth
    પંજાબમાં આવેલી ત્રિપુરમાલિની શક્તિપીઠ.


    શક્તિપીઠ યાત્રાની અડતાલીસમી શક્તિપીઠ એટલે ‘ત્રિપુરમાલિની શક્તિપીઠ’. પંજાબના જાલંધર જિલ્લાના છાવણી ગામમાં આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીનું ડાબું સ્તન અહીં પડ્યું હતું અને તેમાંથી ઉદ્ભવેલી શક્તિી એટલે ‘ત્રિપુરમાલિની’. ભગવાન શિવ ‘ભીષણ’ ભૈરવ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષા કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ આસામના કામાખ્યામાં આજે પણ સતીની ‘યોનિ’માંથી રક્તસ્ત્રાવ થાય છે!

    49. વિમલા શક્તિપીઠ


    Vimala
    ઓરિસ્સામાં આવેલી વિમલા શક્તિપીઠ.


    હવે વાત કરીશું ઓગણપચાસમી શક્તિપીઠ વિશે. ઓરિસ્સા રાજ્યના ઉત્કલના બિરાજમાં બિરાજમાન છે ‘વિમલા શક્તપીઠ’. ભગવતી સતીની નાભી આ જગ્યાએ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થઈ ‘વિમલા’ શક્તિ. ભગવાન શિવ અહીં ‘જગન્નાથ’ ભૈરવ રૂપે શક્તિપીઠની રક્ષા કરે છે.

    આ પણ વાંચોઃ વારાણસીના ‘વિશાલાક્ષી’ તો વૃંદાવનમાં ‘ઉમા’ શક્તિ પ્રગટ્યાં

    50. કર્નાટ શક્તિપીઠ


    કર્નાટ શક્તિપીઠ.


    શક્તિપીઠ યાત્રા હવે પહોંચી છે એવી શક્તિના દર્શને કે એ ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વાત છે ‘કર્નાટ શક્તિપીઠ’ની. ભગવતી સતીના બંને કાન આ જગ્યાએ પડ્યા હતા અને તેમાંથી ‘જયદુર્ગા’ શક્તિ ઉત્પન્ન થઈ હતી. ભગવાન શિવ ‘અબિરુ’ ભૈરવ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

    આ પણ વાંચોઃ સતીની ‘આંગળી’ઓ પડી ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં

    51. પંચસાગર શક્તિપીઠ


    Panchsagar
    પંચસાગર શક્તિપીઠ


    શક્તિપીઠ યાત્રાની અંતિમ શક્તિપીઠ એટલે ‘પંચસાગર શક્તિપીઠ’. આ શક્તિપીઠ ક્યાં આવેલી છે તે અંગે જાણી શકાયું નથી. અહીં ભગવતી સતીની નીચલી દાઢ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘વારાહી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘મહારુદ્ર’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

    શક્તિપીઠ યાત્રાના વિવિધ આર્ટિકલ્સ


    સતીનું ‘નાક’ પડ્યું ત્યાંથી 395 કિમી દૂર જાંઘ પડી

    પ.બંના પૂર્વમાં સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

    પ.બંના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

    ગુજરાત, મહારાષ્ટ્ર અને મ.પ્રમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

    શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ અને તેની તમામ માહિતી
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Navratri Culture, Navratri Culture and Tradition

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन