Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: સતીનું કપાળ પાકિસ્તાનમાં પડ્યું ને ઉત્પન્ન થઈ શક્તિ ‘હિંગળાજ’, કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

‘Shakti Peeth Yatra’: સતીનું કપાળ પાકિસ્તાનમાં પડ્યું ને ઉત્પન્ન થઈ શક્તિ ‘હિંગળાજ’, કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળની વિવિધ શક્તિપીઠ

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની 41 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે આ આર્ટિકલમાં પાડોશી દેશોની અમુક શક્તિપીઠના દર્શન કરીશું.

વધુ જુઓ ...
અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’માં આપણે અત્યાર સુધીમાં ઘણી શક્તિપીઠના દર્શન કર્યા. દેશ-વિદેશની વિવિધ 41 શક્તિપીઠ જોઈ. તો હવે ભારતના પાડોશી દેશ નેપાળ, તિબ્બત, પાકિસ્તાન અને શ્રીલંકાની મુલાકાતે જઈએ અને ત્યાં આવેલી વિવિધ શક્તિપીઠની દર્શન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ...

42. ગુહ્યેશ્વરી શક્તિપીઠ


Guhyeshwari shakti peeth
નેપાળની પહેલી શક્તિપીઠ ‘ગુહ્યેશ્વરી શક્તિપીઠ’.


સૌથી પહેલાં આપણે નેપાળ તરફ જઈએ. નેપાળની પહેલી શક્તિપીઠ અને શક્તિપીઠ યાત્રાની બેતાલીસમી શક્તિપીઠ એટલે ગુહ્યેશ્વરી શક્તિપીઠ. આ શક્તિપીઠ નેપાળના કાઠમંડુમાં આવેલી છે. અહીં ભગવતી સતીના બંને ગોઠણ પડ્યાં હતા અને તેમાંથી ઉદ્ભવેલી શક્તિ ‘મહાશિરા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘કપાલી’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ આસામના કામાખ્યામાં આજે પણ સતીની ‘યોનિ’માંથી રક્તસ્ત્રાવ થાય છે!

43. ગંડકી ચંડી શક્તિપીઠ


gandki chandi shakti peeth
નેપાળની બીજી શક્તિપીઠ ‘ગંડકી ચંડી શક્તિપીઠ’.


હવે વાત કરીએ તેતાલીસમી શક્તિપીઠ અને નેપાળની બીજી શક્તિપીઠ એટલે કે ‘ગંડકી ચંડી’ શક્તિપીઠ વિશે. નેપાળના મુક્તિનાથ ટેમ્પલ પાસે ગંડકી નદીના કિનારે આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું માથું પડ્યું હતું અને તેમાંથી પ્રગટ થયેલી શક્તિ ‘ગંડકી ચંડી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘ચક્રપાણિ’ ભૈરવ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષણ કરે છે.

આ પણ વાંચોઃ વારાણસીના ‘વિશાલાક્ષી’ તો વૃંદાવનમાં ‘ઉમા’ શક્તિ પ્રગટ્યાં

44. મિથિલા શક્તિપીઠ


mithila
નેપાળની ત્રીજી શક્તિપીઠ ‘મિથિલા શક્તિપીઠ’.


નેપાળની ત્રીજી અને શક્તિપીઠ યાત્રાની ચુમ્માલીસમી શક્તિપીઠ એટલે ‘મિથિલા શક્તિપીઠ’. નેપાળના જનકપુરમાં આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીનો જમણો ખભો અહીંયા પડ્યો હતો અને તેમાંથી ઉદ્ભવેલી શક્તિ ‘ઉમા’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘મહોદર’ ભૈરવ તરીકે રક્ષક છે.

આ પણ વાંચોઃ સતીની ‘આંગળી’ઓ પડી ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં

45. માનસ શક્તિપીઠ


manas Shakti peeth
તિબ્બતમાં આવેલી માનસ શક્તિપીઠ.


હવે નેપાળની બાજુમાં જ આવેલા તિબ્બતની મુલાકાતે જઈએ. શક્તિપીઠ યાત્રાની પિસ્તાલીસમી શક્તિપીઠ ‘માનસ શક્તિપીઠ’ અહીં આવેલી છે. તિબ્બતમાં આવેલા કૈલાસ પર્વત પર માન સરોવર આવેલું છે અને તેની આસપાસ જ માનસ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનો જમણો હાથ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘દાક્ષાયની’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘અમર’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ સતીનું ‘નાક’ પડ્યું ત્યાંથી 395 કિમી દૂર જાંઘ પડી

46. ઇન્દ્રાક્ષી શક્તિપીઠ


Indrakshi shakti peeth
શ્રીલંકામાં આવેલી ઇન્દ્રાક્ષી શક્તિપીઠ.


હવે શક્તિપીઠ યાત્રા ભારતના દક્ષિણે આવેલા શ્રીલંકા તરફ લઈ જઈએ. તો અહીં છેતાલીસમી શક્તિપીઠ એટલે કે ‘ઇન્દ્રાક્ષી શક્તિપીઠ’ આવેલી છે. ભગવતી સતીનું ઝાંઝર આ જગ્યાએ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘ઇન્દ્રાક્ષી’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ ‘રાક્ષસેશ્વર’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ પ.બંના પૂર્વમાં સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

47. હિંગળાજ શક્તિપીઠ


Hinglaj Shakti peeth
પાકિસ્તાનમાં આવેલી હિંગળાજ શક્તિપીઠ.


હવે આપણી શક્તિપીઠ યાત્રા પહોંચી ગઈ છે પાકિસ્તાન. જી હા, મિત્રો પાકિસ્તાનમાં પણ શક્તિપીઠ આવેલી છે. અહીં આવેલી શક્તિપીઠની ગણના ‘જાગ્રત શક્તિપીઠ’માં થાય છે. પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતના મકરાણા વિસ્તારના હિંગોળગઢમાં આ શક્તિપીઠ આવેલી છે. આ શક્તિપીઠ ‘હિંગળાજ શક્તિપીઠ’ના નામે ઓળખાય છે. અહીં ભગવતી સતીનું બ્રહ્મરંધ્ર એટલે કે કપાળ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘કોટ્ટરી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘ભીમલોચન’ ભૈરવ સ્વરૂપે શક્તિપીઠની રક્ષા કરે છે.

હિંગળાજ શક્તિપીઠમાં માત્ર હિંદુઓ જ નહીં મુસ્લિમો પણ દર્શન કરવા આવે છે. મુસ્લિમો આ જગ્યાને ‘નાની બીબીના હજ’ તરીકે ઓળખે છે અને બધા મુસલમાનો ભગવતી હિંગળાજને ‘નાની’ તરીકે સંબોધન કરે છે. આ શક્તિપીઠ હિંદુ-મુસ્લિમની એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.

શક્તિપીઠ યાત્રાના આર્ટિકલ્સ


પ.બંના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

ગુજરાત, મહારાષ્ટ્ર અને મ.પ્રમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ અને તેની તમામ માહિતી
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन