Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: સતીનું ‘નાક’ પડ્યું 'ને ત્યાંથી 395 કિમી દૂર 'જાંઘ' પડી, બાંગ્લાદેશની શક્તિપીઠના દર્શન

‘Shakti Peeth Yatra’: સતીનું ‘નાક’ પડ્યું 'ને ત્યાંથી 395 કિમી દૂર 'જાંઘ' પડી, બાંગ્લાદેશની શક્તિપીઠના દર્શન

બાંગ્લાદેશમાં આવેલી વિવિધ શક્તિપીઠ.

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની વિવિધ શક્તિપીઠના દર્શન કર્યા. હવે આપણે જઈશું બાંગ્લાદેશની વિવિધ શક્તિપીઠના દર્શને.

અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’માં અત્યાર સુધીમાં આપણે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની વિવિધ શક્તિપીઠના દર્શન કર્યા. તો હવે આ આર્ટિકલમાં વાત કરીશું બાંગ્લાદેશની અલગ-અલગ શક્તિપીઠ વિશે. બાંગ્લાદેશમાં કુલ 6 શક્તિપીઠ આવેલી છે. તો ચાલો જઈએ બાંગ્લાદેશ તરફ...



20. સુગંધ શક્તિપીઠ


Sugandh Shakti Peeth
બાંગ્લાદેશની પહેલી શક્તિપીઠ ‘સુગંધ શક્તિપીઠ’.


બાંગ્લાદેશની પહેલી શક્તિપીઠ અને શક્તિપીઠ યાત્રાની વીસમી શક્તિપીઠ એટલે ‘સુંગધ શક્તિપીઠ’. બાંગ્લાદેશના શિકારપુર જિલ્લાના બરિસલમાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું નાક પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘સુનંદા’ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શિવ ‘ત્રયંબક’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

21. ભવાની શક્તિપીઠ


Bhawani Shakti Peeth
બાંગ્લાદેશની બીજી શક્તિપીઠ ‘ભવાની શક્તિપીઠ’.


શક્તિપીઠ યાત્રાની એકવીસની શક્તિપીઠ અને બાંગ્લાદેશની બીજી શક્તિપીઠ એટલે ‘ભવાની શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠ ‘છત્તલ ભવાની શક્તિપીઠ’ તરીકે પણ જાણીતી છે. બાંગ્લાદેશના ચિટ્ટાગોંગના ચંદ્રનાથ પર્વત પર આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું જમણા હાથનું બાવડું પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘ભવાની’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘ચંદ્રશેખર’ ભૈરવ રૂપે શક્તિપીઠની રક્ષા કરે છે.

22. યશોર શક્તિપીઠ


Yashor Shakti Peeth
બાંગ્લાદેશની ત્રીજી શક્તિપીઠ ‘યશોર શક્તિપીઠ’.


શક્તિપીઠ યાત્રાની બાવીસમી શક્તિપીઠ એટલે ‘યશોર શક્તિપીઠ’. બાંગ્લાદેશના ખુલનાના ઇશ્વરીપુરમાં આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીના હાથ અને પગનો અમુક ભાગ આ જગ્યાએ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘યશોરેશ્વરી’ના નામે ઓળખાય છે. અહીં ભગવાન શિવ ‘ચંદા’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો ને બીજે છેડે ‘આંગળીઓ’ પડી

23. કરતોયતત શક્તિપીઠ


Kartoyatat Shakti Peeth
બાંગ્લાદેશની ચોથી શક્તિપીઠ ‘કરતોયતત શક્તિપીઠ’.


શક્તિપીઠ યાત્રાની 23મી શક્તિપીઠ એટલે ‘કરતોયતત શક્તિપીઠ’. બાંગ્લાદેશના બાગુરાના ભવાનીપુર ગામે આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું જમણા પગનું પાયલ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘અપર્ણ’ નામે ઓળખાય છે. ભગવાન શિવ અહીં ‘વામન’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરે છે.

24. શ્રીશૈલ શક્તિપીઠ


Shri Shail Shakti Peeth
બાંગ્લાદેશની પાંચમી શક્તિપીઠ ‘શ્રીશૈલ શક્તિપીઠ’.


ચોવીસમી શક્તિપીઠ ‘શ્રીશૈલ શક્તિપીઠ’ તરીકે ઓળખાય છે. બાંગ્લાદેશના સિલ્હૈટના જૈનપુર ગામમાં આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીનો ગળાનો થોડો ભાગ અહીં પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘મહાલક્ષ્મી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવ અહીં ‘શંભરાનંદ’ ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ શક્તિપીઠ એટલે શું? જાણો કેવી રીતે શક્તિપીઠ

25. જયંતિ શક્તિપીઠ


Jayanti Shakti Peeth
બાંગ્લાદેશમાં આવેલી છઠ્ઠી શક્તિપીઠ ‘જયંતિ શક્તિપીઠ’.


શક્તિપીઠ યાત્રાની પચ્ચીસમી શક્તિપીઠ અને બાંગ્લાદેશની છઠ્ઠી અને છેલ્લી શક્તિપીઠ એટલે ‘જયંતિ શક્તિપીઠ’.બાંગ્લાદેશના સિલ્હૈટના ભોરભોગ ગામમાં આ શક્તિપીઠ આવેલી છે. ભગવતી સતીની ડાબી જાંઘ અહીં પડી હતી. તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘જયંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘ક્રમાદિશ્વર’ ભૈરવ સ્વરૂપે શક્તિપીઠની રક્ષા કરે છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri celebration, Navratri Culture, Navratri Culture and Tradition

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन