Home /News /dharm-bhakti /‘Shakti Peeth Yatra’: હરિયાણામાં ‘સાવિત્રી’ તો આંધ્રમાં ‘સર્વશૈલ’ શક્તિપીઠ, જાણો તમામ માહિતી

‘Shakti Peeth Yatra’: હરિયાણામાં ‘સાવિત્રી’ તો આંધ્રમાં ‘સર્વશૈલ’ શક્તિપીઠ, જાણો તમામ માહિતી

આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં આવેલી વિવિધ શક્તિપીઠ વિશે માહિતી.

‘Shakti Peeth Yatra’: ગયા આર્ટિકલ્સમાં આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની 36 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા હતા. હવે આ આર્ટિકલમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણાની વિવિધ શક્તિપીઠના દર્શન કરીશું.

વધુ જુઓ ...
અમદાવાદઃ ‘શક્તિપીઠ યાત્રા’માં અત્યાર સુધીમાં આપણે કુલ દેશ-વિદેશની કુલ 36 જેટલી શક્તિપીઠના દર્શન કર્યા છે. તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની શક્તિપીઠ વિશે વિગતે જાણ્યું. હવે આપણે જઈશું આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણાની શક્તિપીઠના દર્શને..

37. સર્વશૈલ શક્તિપીઠ


sarv shail
આંધ્ર પ્રદેશમાં આવેલી સર્વશૈલ શક્તિપીઠ.


શક્તિપીઠ યાત્રાની સાડત્રીસમી શક્તિપીઠ એટલે ‘સર્વશૈલ શક્તિપીઠ’. આંધ્ર પ્રદેશના રાજમહેન્દ્રીમાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનો ગાલ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ‘વિશ્વેશ્વરી’ અથવા ‘રાકિની’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ભગવાન શિવ વત્સનાભ અથવા દંડપાણી ભૈરવ તરીકે આ શક્તિપીઠની રક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આસામના કામાખ્યામાં આજે પણ સતીની ‘યોનિ’માંથી રક્તસ્ત્રાવ થાય છે!

38. શ્રીપર્વત શક્તિપીઠ


shriparvat
આંધ્ર પ્રદેશમાં આવેલી શ્રીપર્વત શક્તિપીઠ.


હવે વાત આડત્રીસમી શક્તિપીઠ ‘શ્રીપર્વત શક્તિપીઠ’ વિશે. આંધ્ર પ્રદેશના કૂર્નુલમાં શ્રીશૈલમ પર્વત પર આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનું ડાબું પાયલ પડ્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘શ્રીસુંદરી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘સુંદરાનંદ’ ભૈરવ રૂપે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ વારાણસીના ‘વિશાલાક્ષી’ તો વૃંદાવનમાં ‘ઉમા’ શક્તિ પ્રગટ્યાં

39. શુચિ શક્તિપીઠ


Shuchi peetham
તમિલનાડુમાં આવેલી શુચિ શક્તિપીઠ.


હવે આગળ વધીશું તમિલનાડુ તરફ. તમિલનાડુના કન્યાકુમારીમાં શુચિતીર્થમ કરીને એક અદ્ભુત ધાર્મિક સ્થળ આવેલું છે અને ત્યાં જ ઓગણચાલીસમી શક્તિપીઠ ‘શુચિ શક્તિપીઠ’ આવેલી છે. અહીં ભગવતી સતીની ઉપરની દાઢ પડી હતી અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘નારાયણી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘સંહાર’ ભૈરવ તરીકે શક્તિપીઠની રક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સતીની ‘આંગળી’ઓ પડી ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં

40. શ્રવણી શક્તિપીઠ


Shravani
તમિલનાડુમાં આવેલી શ્રવણી શક્તિપીઠ.


તમિલનાડુની બીજી શક્તિપીઠ અને શક્તિપીઠ યાત્રાની ચાલીસમી શક્તિપીઠ એટલે ‘શ્રવણી શક્તિપીઠ’. તમિલનાડુના કન્યાકુમારીમાં જ કુમારી મંદિર આવેલું છે, ત્યાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીની પીઠનો ભાગ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘શ્રવણી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ અહીં ‘નિમિષ’ ભૈરવ સ્વરૂપ ધારણ કરીને શક્તિપીઠની રક્ષા કરે છે.

આ પણ વાંચોઃ સતીનું ‘નાક’ પડ્યું ત્યાંથી 395 કિમી દૂર જાંઘ પડી

41. સાવિત્રી શક્તિપીઠ


Savitri
હરિયાણામાં આવેલી સાવિત્રી શક્તિપીઠ.


હવે વાત કરીશું એકતાલીસમી શક્તિપીઠ કે જે હરિયાણામાં આવેલી એકમાત્ર શક્તિપીઠ છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં આ શક્તિપીઠ આવેલી છે. અહીં ભગવતી સતીનો એડીનો ભાગ પડ્યો હતો અને તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિને ‘સાવિત્રી’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ ‘સ્થાણુ’ ભૈરવ સ્વરૂપે આ શક્તિપીઠની રક્ષા કરે છે.

શક્તિપીઠ યાત્રાના અન્ય આર્ટિકલ્સ


પ.બંના પૂર્વમાં સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો

પ.બંના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

ગુજરાત, મહારાષ્ટ્ર અને મ.પ્રમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

શક્તિપીઠ એટલે શું? કેવી રીતે બની શક્તિપીઠ અને તેની તમામ માહિતી
Published by:Vivek Chudasma
First published:

Tags: Navratri 2022, Navratri celebration, Navratri Culture, Navratri Culture and Tradition

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन