Home /News /dharm-bhakti /જાણો બાબા બૈદ્યનાથ ધામનું મહત્વ, કોણે કરી હતી તેની સ્થાપના અને કેવી રીતે?

જાણો બાબા બૈદ્યનાથ ધામનું મહત્વ, કોણે કરી હતી તેની સ્થાપના અને કેવી રીતે?

બાબા બૈદ્યનાથ ધામનું મહત્વ

Sawan 2022: બૈદ્યનાથ પ્રસિદ્ધ તીર્થસ્થલો અને 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. તે ભગાવન શિવનાં સૌથી પવિત્ર સ્થળમાંથી એક છે. આ એક જ્યોતિર્લિંગ છે. જે શક્તિપીઠ પણ છે. માન્યતા છે કે, તેમની સ્થાપના સ્વયં ભગવાન વિષ્ણુએ કરી હતી.

  ધર્મભક્તિ ડેસ્ક: બૈદ્યનાથ પ્રસિદ્ધ તીર્થસ્થલો અને 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. તે ભગાવન શિવનાં સૌથી પવિત્ર સ્થળમાંથી એક છે. આ એક જ્યોતિર્લિંગ છે. જે શક્તિપીઠ પણ છે. માન્યતા છે કે, તેમની સ્થાપના સ્વયં ભગવાન વિષ્ણુએ કરી હતી.

  બાબા બૈદ્યનાથ ધામનું મહત્વ: માન્યતા છે કે આ મંદિરમાં આવનારા તમામ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થઇ રહી છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગને કામના લિંગનાં નામથી ઓળખવામાં આવે છે. આ લિંગ રાવણની ભક્તિનું પ્રતીક છે. તેથી આ જગ્યાને લોકો બાબા બૈજનાથ ધામનાં નામથી પણ ઓળખે છે. શ્રાવણ મહિનામાં આ જગ્યાનું ખાસ મહત્વ છે. અહીં શ્રાવણનોઆખો મહિનો શ્રાવણી મેળો લાગે છે. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી લોકો કાંવડ લઇ બાબાનાં ધામમાં આવે છે. અને ગંગાજળ ચઢાવી તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરે છે.

  બાબા બૈદ્યનાથ ધામની કથા- ભગવાન શિવનાં ભક્ત રાવણ અને બાબા બૈજનાથની વાર્તા રોચક છે. પૌરાણિક કથાઓ અનુસાર, દશાનન રાવણ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે હિમાલય પર તપ કરી રહ્યાં હતાં તેમણે એક એક કરીને તેનાં બધા જ માથા કાપીં શિવલિંગ પર ચઢાવી દીધા. 9 માથા કાપ્યા બાદ જ્યારે રાવણે 10મું માથું કાપવા માટે તૈયાર હતો ત્યારે ભોલેનાથે પ્રસન્ન થઇ તેને દર્શન આપ્યાં અને તેનું ઇચ્છિત વર માંગવા કહ્યું.

  ત્યારે રાવણે 'કામના લિંગ'ને જ લંકા લઇ જવા માટે વરદાન માંગ્યું. રાવણની પાસે સોનાની લંકા છે આ ઉપરાંત તેની પાસે ત્રોણેય લોકમાં શાસન કરવાની શક્તિ તો હતી જ સાથે જ ઘણાં દેવતા, યક્ષ અને ગંધર્વોને કેદ કરી તેણે લંકામાં બંદી બનાવીને રાખ્યા હતાં. આ કારણે રાવણે આ ઇચ્છા વ્યક્ત કરી કે, ભગવાન શિવ કૈલાશને છોડી લંકામાં રહે. મહાદેવે તેની આ મનોકામના પૂર્મ તો કરી પણ સાથે સાથે એક શરત પણ મૂકી. તેમે કહ્યું કે, જો તું શિવલિંગને રસ્તામાં ક્યાંય મુકીશ તો હું ત્યાં જ રોકાઇ જઇશ અને ઉઠીશ નહીં. રાવણે તેમની શરત માની લીધી.

  આ પણ વાંચો-Zodiac signs: આ 4 રાશિઓના જાતકોને જીવનસાથીને ગુમાવવાનો ડર સતાવે છે

  આ તરફ ભગવાન શિવની કૈલાશ છોડવાની વાત સાંભળીને તમામ દેવતાઓ ચિંતિત થઇ ગયા. આ સમસ્યાનાં સમાધાન માટે તમામ ભગવાન વિષ્ણુની પાસે ગયા ત્યારે શ્રી હરિએ લીલા રચાવી. ભગવાન વિષ્ણુએ વરૂણ દેવને આચમન દ્વારા રાવણનાં પેટમાં ઘુસવા કહ્યું. તેથી જ્યારે રાવણ આચમન કરી શિવલિંગ લઇને લંકા તરફ ચાલ્યો ત્યારે દેવધર પાસે તેને લઘુશંકા લાગી.

  એવામાં રાવણ એક ગોવાળને શિવલિંગ આપીને લઘુશંકા કરવા જતો રહ્યો. તેનું નામ બૈજૂ હતું. કહેવાય છે સાક્શાત ભગવાન વિષ્ણુએ ગોવાળીયાનો વેશ ધારણ કર્યો હતો. આ કારણે બૈજનાથ ધામને રાવણેશ્વર મંદીર પણ કહેવાય છે. પૌરાણિક ગ્રંથો મુજબ રાવણ ઘણાં કલાકો સુધી લઘુશંકા કરતો રહો. ત્યાં આજે પણ એક તળાવનાં રૂપમાં દેવધરમાં છે. અહીં બૈજૂએ શિવલિંગની ધરતી પર રાખી તેને સ્થાપિત કરી દીધું.

  આ પણ વાંચો- આ રાશિના લોકો બ્રેકઅપ પછી પણ તેમના એક્સ પ્રેમીને રહે છે વફાદાર, જાણો કઈ છે એવી રાશિઓ?

  જ્યારે રાવણ પરત આવ્યો તો તેણે લાખો પ્રયાસ કર્યા બાદ શિવલિંગ ઉઠાવી શક્યો નહીં. ત્યારે તેને પણ ભગવાનની લીલા સમજાઇ ગઇ અને તે ક્રોધિત થઇ શિવલિંગ પર તેનો અંગૂઠો દબાવીને ચાલ્યો ગયો. જે બાદ બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓએ આવીને તે શિવલિંગની પૂજા કરી. શિવજીનાં દર્શન થતાં દેવી દેવતાઓએ શિવલિંગને તે સ્થાન પર જ સ્થાપના કરી દીધી અને શિવ સ્તુતિ કરી પરત સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યારથી મહાદેવ 'કામના લિંગ' નાં રૂપમાં દેવધરમાં વિરાજે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Baidyanath Temple, Deoghar mandir, Jharkhand, Sawan 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन