Home /News /dharm-bhakti /

Sawan 2022: આજથી શ્રાવણ મહિનો શરૂ, કરો મહાકાલનાં LIVE દર્શન, આખો દિવસ

Sawan 2022: આજથી શ્રાવણ મહિનો શરૂ, કરો મહાકાલનાં LIVE દર્શન, આખો દિવસ

મહાકાલેશ્વરનાં કરો LIVE દર્શન

Sawan 2022: શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નિયમ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ભોપાલ સ્થિત જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા અમને શ્રાવણ મહિનાનાં વ્રતની પૂજા સામગ્રી અને પૂજાની પદ્ધતિ જણાવી રહ્યા છે, જેથી કરીને આપણે ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ.

વધુ જુઓ ...
  Mahakal Temple live darshan 2022: શ્રાવણનો (Shravan) આજે પહેલો દિવસ છે. આજથી શ્રાવણ મહિનો (Sawan Month) શરૂ થઇ રહ્યો છે આજે શ્રાવણનો પહેલો દિવસ હોવાથી શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાકાલેશ્વર (Mahakal Temple Live Darshan)નાં દર્શન માટે લોકોની ભીંડ જામી છે. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી જોવા મળશે દેવોના દેવ મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથની પૂજા કરે છે. ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. જો કે દરેક દિવસ ભગવાન શિવની આરાધના કરવાના અવસરથી ઓછો નથી, તેમાં પણ જો શ્રાવણ મહિનો (sawan month 2022 in gujarat) હોય તો આ અવસર શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  આ વખતે ગુજરાતી પંચાંગ મુજબ આજથી 29/07/2022 ને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે (sawan month 2022 start date). આ દરમિયાન ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ રીતે પ્રાર્થના કરે છે. શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. નિયમ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ભોપાલ સ્થિત જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા અમને શ્રાવણ મહિનાનાં વ્રતની પૂજા સામગ્રી અને પૂજાની પદ્ધતિ જણાવી રહ્યા છે, જેથી કરીને આપણે ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ.

  શિવજીની પૂજા કરવાની સામગ્રી
  1- ફૂલ, પંચ ફળ, પંચ મેવા, રત્ન, સોનું, ચાંદી
  2- દક્ષિણા, ગંગાજળ, પવિત્ર જળ, પંચ રસ, અત્તર
  3- પૂજાના વાસણો, કુશ આસન, દહીં, શુદ્ધ દેશી ઘી
  4- મધ, કેરી મંજરી, મદારનું ફૂલ, ગાયનું કાચું દૂધ
  5- કપૂર, ધૂપ, દીપ, કપાસ, ગાંધા રોલી, મોલી, જનોઈ, પાંચ મિષ્ટાન
  6- બિલ્વપત્ર, ઘતુરા, શણ, બેર, મલયગીરી ચંદન
  7- શિવ અને માતા પાર્વતીના શૃંગાર સામગ્રી

  શ્રી મહાકાલેશ્વરનાં LIVE દર્શન અહીં કરો  શિવજીનું વ્રત-પૂજા કરવાની રીત
  સૌ પ્રથમ, શ્રાવણ મહિનામાં વ્રત રાખવા માટે સવારે વહેલા ઉઠો અને ભગવાન શિવ, માતા પાર્વતીની પૂજા કરો. સ્નાનથી નિવૃત્ત થયા પછી ભગવાન શિવની સામે કુશના આસન પર બેસો. હવે ભગવાન શિવને જળથી અભિષેક કરો. આ પછી માતા પાર્વતી અને નંદીને ગંગા જળ અથવા દૂધથી સ્નાન કરાવો.

  આ પણ વાંચો- Sawan Month 2022: આ છે ભગવાન શિવની 4 પ્રિય રાશિઓ, શ્રાવણમાં કૃપા વરસશે

  હવે પંચામૃતથી ભગવાનને રૂદ્રાભિષેક કરો. આ પછી શિવલિંગ પર બિલીપત્ર, ધતુરા,ચોખા, ચંદન અને ભાંગ ચઢાવો. આટલું કર્યા પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતી અને ભગવાન ગણેશને ચંદનનું તિલક લગાવો.

  આ પછી ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશને ઘી અને સાકર અર્પણ કરો અને તેમને ધૂપ અને દીવો પ્રગટાવીને આરતી કરો. હવે આખો દિવસ ફળાહાર કરીને ભગવાન શિવનું સ્મરણ કરો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Mahakal, Mahakaleshwar, Sawan 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन