Home /News /dharm-bhakti /Satyanarayan Puja: ક્યારે છે 2023ની પહેલી સત્યનારાયણની પૂજા? જાણો આખા વર્ષની યાદી અને પૂજા મહત્વ
Satyanarayan Puja: ક્યારે છે 2023ની પહેલી સત્યનારાયણની પૂજા? જાણો આખા વર્ષની યાદી અને પૂજા મહત્વ
Satyanarayan Puja: સત્યનારાયણ પૂજા કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં કરાવી શકાય છે, પરંતુ પૂર્ણિમાના દિવસે આ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે વર્ષની પહેલી પૂર્ણિમા 6 ડિસેમ્બરે એટલે આવતી કાલે છે. ચાલો જાણીએ ભગવાન સત્યનારાયણની પૂજા વિધિ...
Satyanarayan Puja: સત્યનારાયણ પૂજા કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં કરાવી શકાય છે, પરંતુ પૂર્ણિમાના દિવસે આ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે વર્ષની પહેલી પૂર્ણિમા 6 ડિસેમ્બરે એટલે આવતી કાલે છે. ચાલો જાણીએ ભગવાન સત્યનારાયણની પૂજા વિધિ...
હિન્દૂ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખાસ મહત્વ છે. આ તિથિ પર ભગવાન સત્યનારાયણની કથા વિશેષ રૂપથી કરાવવામાં આવે છે. ભગવાન સત્યનારાયણ વિષ્ણુના જ રૂપ છે. આ વર્ષે 2023ની પહેલી પૂર્ણિમા 6 જાન્યુઆરી શુક્રવારે છે. આ પોષ માસની પૂર્ણિમા છે. આ દિવસે દેવી શાકંભરીની જયંતિ પર્વ ઉજવવામાં આવે છે અને આ જ દિવસે માઘ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
જો કે સત્યનારાયણ પૂજા કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં કરાવી શકાય છે, પરંતુ પૂર્ણિમાના દિવસે આ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે વર્ષ 2023 માટે ભગવાન સત્યનારાયણની પૂજા અને ઉપવાસની સૂચિ લાવ્યા છે. ચાલો જાણીએ...
પૂર્ણિમાનો દિવસ સૌથી શ્રેષ્ઠ
ભગવાન સત્યનારાયણ શ્રી હરિ વિષ્ણુના અનેક સ્વરૂપોમાંથી એક છે. ભગવાન સત્યનારાયણની પૂજા અને ઉપવાસ કરવાથી ધન, યશ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે સવારે અને સાંજે કોઈપણ સમયે સત્યનારાયણની પૂજા કરી શકાય છે. ઘણી વખત પૂર્ણિમા તિથિ સવારે પૂરી થાય છે. આવી સ્થિતિમાં સાંજના સમયે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સત્યનારાયણ પૂજાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ પછી એક ચોકમાં પીળા રંગનું કપડું ફેલાવીને ભગવાન સત્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરો. ચોકીની આસપાસ કેળાના પાન બાંધો. પૂજા માટે પંચામૃત તૈયાર કરો. પૂજા સ્થાનમાં પાણીથી ભરેલો કળશ મૂકો અને ઘીનો દીવો કરો. આ પછી ભગવાનનું ચંદનથી તિલક કરો. આ પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરો. સત્યનારાયણ વ્રતની કથા સાંભળો અને પછી આરતી કરો. સાંજે પંચામૃત લીધા પછી ઉપવાસ તોડો.
ઉપવાસ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેનાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે વ્યક્તિ સત્યનારાયણની કથા ભક્તિભાવથી સાંભળે છે તેને મનવાંછિત ફળ મળે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર