Home /News /dharm-bhakti /

કુંડળીમાં બેઠી હોય શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામ

કુંડળીમાં બેઠી હોય શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામ

    ધર્મભક્તિ ડેસ્કઃ હિન્દુ ધર્મ પ્રમાણે શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા અને ખરાબ ફળ આપે છે. શનિનાં પરિવર્તનથી હાલમાં કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરુ થઈ ગઈ છે. જ્યારે ધન અને મકર રાશિના લોકો પહેલાથી જ પ્રભાવિત છે. એટલું જ નહીં અનેક રાશિઓના લોકો શનિના ગોચરથી વિપરીત પ્રભાવનો સામનો કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે સાડાસાતીને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે. જે પ્રમાણે સાડાસાતીનું પહેલું ચરણ ધન, વૃષભ, સિંહ રાશિના લોકો માટે કષ્ટકારી રહે છે. બીજુ ચરણ અથવા મધ્ય ચરણ સિંહ, મકર, મેષ, કર્ક, વૃશ્ચિક રાશિના જાતકો માટે એટલું સમજવામાં આવતું નથી. ત્રીજું ચરણ મિથુન, કુંભ, તુલા, વૃશ્વિક, મીન રાશિના માટે મુશ્કેલી ભર્યું રહે છે.

    આ પણ વાંચો- હસ્તરેખા વિજ્ઞાન: ઠગ અને છેતરામણા હોય છે આવાં વ્યક્તિઓ

    આ વખતે શનિદેવે 30 વર્ષ પછી પોતાની રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે. શનિએ 24 જાન્યુઆરી 2020માં રાશિ પરિવર્તન કર્યું હતું. આવી સ્થિતિમાં જો તમારી રાશિમાં શનિની સાડાસાતી લાગુ થઈ હોય તો ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ.

    સાડાસાતી દરમિયાન આ કામ કરવાથી હંમેશા દૂર રહો

    - કોઈપણ જોખમ ભર્યું કામિ ન કરવું જોઈએ
    - સાડાસાતી દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે માથાકુટમાં પડવાથી બચો
    - ડ્રાઈવિંગ કરતા સમયે સતર્ક રહેવું જોઈએ
    - રાત્રે એકલા યાત્રા ન કરવી જોઈએ
    - શનિવાર અને મંગળવારે દારુનું સેવન ન કરવું જોઈએ
    - શનિવાર અને મંગળવારે કાળા રંગની કોઈ વસ્તુ ન ખરીદો

    શું કરવું?
    - શનિની સાડા સાતી હોય તો દર શનિવાર અને મંગળવારે શનિ દેવને તેલ ચઢાવવું. આ તેલમાં કાળા તલ અને કાળા અડદ ઉમેરવાં.
    -શનિની સાડા સાતી હોય તો હનુમાનજીનું નામ લેવું અને શનિવારે તેમનું પૂજન કરવું
    -શનિવારનો ઉપવાસ કરવો. ગરીબોને દાન કરવું
    -હનુમાન ચાલીસના અને શનિ ચાલીસાનું નિયમિત પઠન કરવું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Saturn

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन