Shani Sade Sati 2021: પૂરી થશે શનિની ઉંધી ચાલ, જાણો કઈ રાશિઓને મળશે રાહત

શનિની ઉલટી ચાલ ચલવાથી જે જાતકો પર શનિની સાડાસાતી અને ઢૈયા હોય છે, તેમને ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે.

Shani Sade Sati 2021: શનિની વક્રી અને માર્ગી ચાલ  પણ જાતકોના જીવન પર ઊંડી અસર કરે છે.

  • Share this:
    Shani Margi 2021: જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) ગ્રહોની મહત્વની ભૂમિકા છે. ગ્રહોની (Sodiac signs) ચાલ અને પ્રકૃતિ વ્યક્તિના જીવન પર અસર કરે છે. તેમાં પણ નવ ગ્રહોમાં શનિની (Shani Dev) અસર સૌથી વધુ છે, કારણ કે શનિ ધીમી ગતિએ ફરે છે, જેના કારણે તેની મૂળ રાશિઓ પર લાંબા સમય સુધી અસર રહે છે. માન્યતાઓ અનુસાર શનિને અશુભ પરિણામ આપનાર ગ્રહ માનવામાં આવે છે, પરંતુ આ સત્ય નથી. શનિદેવ ન્યાયના દેવતા છે અને તે વ્યક્તિઓને તેમની ક્રિયાઓ અનુસાર શુભ અથવા અશુભ પરિણામ આપે છે.



    શનિનું રાશિમાં પરિવર્તન એ તમામ રાશિઓ પર અસર કરે છે

    ઉલ્લેખનીય છે કે, શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને પછી બીજી રાશિમાં જાય છે. શનિનું રાશિમાં પરિવર્તન એ તમામ રાશિઓ પર અસર કરે છે. આ ઉપરાંત શનિની વક્રી અને માર્ગી ચાલ  પણ જાતકોના જીવન પર ઊંડી અસર કરે છે. તમને જણાવી દઈએ કે, શનિ વર્ષ 2020થી મકર રાશિમાં છે અને આ રાશિમાં 23 મે 2021થી આ રાશિમાં વક્રી એટલે કે ઉંધી ચાલ ચલી રહ્યા છે.

    શાસ્ત્રો અનુસાર, જ્યારે શનિ વક્રી હોય છે, ત્યારે જાતક પીડિત રહે છે. જેથી શનિને વક્રી અવસ્થામાં નબળો માનવામાં આવે છે. મહત્વનું છે કે, શનિની વક્રી અવસ્થા દરમિયાન બે ગ્રહણ થઈ ચુક્યા છે. જેમાંથી 26 મે 2021ના ​​રોજ ચંદ્રગ્રહણ અને 10 જૂન 2021ના ​​રોજ સૂર્યગ્રહણ થયું હતું. ત્યારે વક્રી અવસ્થામાં બે ગ્રહણ કેટલાક કિસ્સાઓમાં શુભ નથી માનવામાં આવતી.

    આ રાશિની સાડાસાતી પૂરી થશે

    આ વર્ષે શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ 11 ઓક્ટોબર, 2021થી શનિ વક્રીથી માર્ગી થઈ રહ્યો છે. શનિની ઉલટી ચાલ ચલવાથી જે જાતકો પર શનિની સાડાસાતી અને ઢૈયા હોય છે, તેમને ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. આગામી વર્ષે એટલે કે 29 એપ્રિલ 2022ના રોજ શનિ રાશિ બદલશે. શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી ધન રાશિ પર શનિની સાડાસાતી પૂર્ણ થશે અને મીન રાશિ પર શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થશે.

    આ પણ વાંચો - Pitru Paksha Shradh 2021: પિતૃપક્ષની થઈ શરૂઆત, અહીં જાણો શ્રાદ્ધની વિધિ, તિથિ અને પૂજા

    આ રાશિના જાતકોનો સમય સારો થશે

    શનિ માર્ગી થશે તે બાદ ધન, મકર અને કુંભ રાશિના જાતકોની સમસ્યાઓ ઓછી થઈ જશે. આ ઉપરાંત શનિની ઢૈયા છે તેવા મિથુન અને તુલા રાશિના જાતકોને પણ થોડી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, શનિ માર્ગી થશે ત્યારે મેષ, કર્ક, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો થવા લાગશે. જીવનમાં અવરોધોનો અંત આવી જશે.

    શનિદેવનો માર્ગી થવાનો સમય

    તમને જણાવી દઈએ કે, શનિદેવ મકર રાશિમાં 11 ઓક્ટોબર 2021ના ​​રોજ સવારે 8 વાગ્યાથી માર્ગી થઈ જશે.
    First published: