કુંડળીમાં બેઠી છે શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામ

News18 Gujarati
Updated: January 26, 2020, 11:16 PM IST
કુંડળીમાં બેઠી છે શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામ
ફાઈલ તસવીર

સૂર્યપુત્ર શનિદેવ, માઘ માહના કૃષ્ણપક્ષની અમાસ તિથિ 24, જાન્યુઆરી 2020 બપોરે આશરે 12 વાગ્યાને 10 મિનિટે ધન રાશિ છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ હિન્દુ ધર્મ પ્રમાણે શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા અને ખરાબ ફળ આપે છે. જ્યોતિશાસ્ત્ર (astrology) પ્રમાણે સૂર્યપુત્ર શનિદેવ, માઘ માહના કૃષ્ણપક્ષની અમાસ તિથિ 24, જાન્યુઆરી 2020 બપોરે આશરે 12 વાગ્યાને 10 મિનિટે ધન રાશિ (zodiac) છોડીને પોતાની રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે. શનિની (saturn) આ રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરુ થઈ ગઈ છે. જ્યારે ધન અને મકર રાશિના લોકો પહેલાથી જ પ્રભાવિત છે. એટલું જ નહીં અનેક રાશિઓના લોકો શનિના ગોચરથી વિપરીત પ્રભાવનો સામનો કરી શકે છે. (kundali)

ઉલ્લેખનીય છે કે સાડાસાતીને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે. જે પ્રમાણે સાડાસાતીનું પહેલું ચરણ ધન, વૃષભ, સિંહ રાશિના લોકો માટે કષ્ટકારી રહે છે. બીજું ચરણ અથવા મધ્ય ચરણ સિંહ, મકર, મેષ, કર્ક, વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું સમજવામાં આવતું નથી. ત્રીજું ચરણ મિથુન, કુંભર તુલા, વૃશ્વિક, મીન રાશિના માટે મુશ્કેલી ભર્યું રહે છે.

શનિનું આ રાશિ પરિવર્તન અનેક રીતે ખાસ માનવામાં આવે છે. આ વખતે શનિદેવે 30 વર્ષ પછી પોતાની રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો તમારી રાશિમાં શનિની સાડાસાતી લાગુ થઈ હોય તો ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ.

સાડાસાતી દરમિયાન આ કામ કરવાથી હંમેશા દૂર રહો

- કોઈપણ જોખમ ભર્યું કામિ ન કરવું જોઈએ
- સાડાસાતી દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે માથાકુટમાં પડવાથી બચો- ડ્રાઈવિંગ કરતા સમયે સતર્ક રહેવું જોઈએ
- રાત્રે એકલા યાત્રા ન કરવી જોઈએ
- શનિવાર અને મંગળવારે દારુનું સેવન ન કરવું જોઈએ
- શનિવાર અને મંગળવારે કાળા રંગની કોઈ વસ્તુ ન ખરીદો
First published: January 26, 2020, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading