સત્સંગ સુધારસ: લાભનો વેપાર! જીભને પાણીની જેમ નહીં પણ ઘીની જેમ વાપરો

આપણે ઓછું બોલીશું ને તો આપણને પણ લાભ થશે અને બીજા અનેકને પણ લાભ થશે.

News18 Gujarati
Updated: December 12, 2018, 7:28 AM IST
સત્સંગ સુધારસ: લાભનો વેપાર! જીભને પાણીની જેમ નહીં પણ ઘીની જેમ વાપરો
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર
News18 Gujarati
Updated: December 12, 2018, 7:28 AM IST
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ  - મણિનગર

રીક્ષામાં અને ટેક્ષીમાં જેમ મીટર મૂક્યાં છે, તેમ ગળાં ઉપર જો બોલવાની મજલન મીટર મૂકાય તો મને લાગે છે કે દિવસના અંતે મીટર તૂટી જાય ! એટલું થોકબંધ આપણે બોલબોલ કરીએ છીએ. આ વાત સાચી છે કે ખોટી ? માટે હંમેશા માપસરનું બોલો. જેટલી જરૂર હોય તેટલું જ બોલો. જીભને પાણીની જેમ નહીં પણ ઘી ની જેમ વાપરવાની જરૂર છે.

આટલું આપણે કરીશું ને તો ઘરમાં, ધંધામાં બધે ઓટોમેટીક શાંતિ સ્થપાઈ જશે. અને તમારી શારીરીક શકિત જે ખોટી રીતે વેડફાઈ જતી હતી તે પણ બચી જશે. આમ, આપણે ઓછું બોલીશું ને તો આપણને પણ લાભ થશે અને બીજા અનેકને પણ લાભ થશે. તો આવો લાભનો વેપાર કરવાનો પ્રારંભ આપણે આજથી શરુ કરી દઈશું ને ?
First published: December 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...