દરેક વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારના નિશાન બનેલા હોય છે, જેમાં કેટલાક શુભ હોય છે તો કેટલાક અશુભ. વ્યક્તિની હથેળી પર બનતી તમામ રેખાઓમાં ભાગ્ય રેખાનું વિશેષ મહત્વ હોય છે. જો ભાગ્ય રેખા શુભ જગ્યા પર બને તો વ્યક્તિ ધનવાન બને છે અને તેને હંમેશા ભાગ્યનો સાથે મળે છે. હસ્તરેખા જ્યોતિષમાં કેટલાક એવા યોગ બતાવવામાં આવ્યા છે, જે હોવાથી અચાનક ધન લાભ અને સરકારી નોકરી મળવાના સ્પષ્ટ સંકેત હોય છે. તો જોઈએ આવા હથેળીના કેટલાક ખાસ શુભ યોગ.
જો હથેળીમાં ભાગ્ય રેખા મણિબંધ (જ્યાંથી કલાઈ શરૂ થાય છે)થી થઈ સીધી શનિ પર્વત પર જઈ મલે તો વ્યક્તિને અચાનક ધન લાભ થાય છે. આવા લોકોનું ભાગ્ય ખુબ સારૂ હોય છે. જીવનમાં આવા વ્યક્તિને ભાગ્ય હંમેશા સાથ આપે છે. આ યોગને ગજલક્ષ્મી યોગ કહે છે.
જો કોઈની હથેળી પર સૂર્ય રેખા નીકળી ગુરૂ પર્વત તરફ જાય છે તો તે વ્યક્તિ કોઈ મોટો સરકારી અધિકારી બને છે.
જો બુધ પર્વત (હતેળીની સૌથી નાની આંગળીની નીચેનો ભાગ) પર ત્રિભુજની આકૃતિ બને તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
જો અંગૂઠા પર ચક્રનું નિશાન હોય તો, તે વ્યક્તિ ખુબ ભાગ્યશાળી કહેવાય છે. તેનું કોઈ કામ રોકાતુ નથી. તેને સફળતા બહુ ઝડપી મળે છે, અને પોતાના કાર્યક્ષેત્રનો મહારથી બને છે.
જો ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી શરૂ થઈ જરા પણ કટ થયા વગર સીધી શની પર્વત સુધી પહોંચે તો તે વ્યક્તિ પર શની ભગવાનની મહેરબાની હોય છે. આવા વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારના એશો-આરામ મળે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર