Home /News /dharm-bhakti /

Saraswati Puja 2022: વસંત પંચમીએ થાય છે સરસ્વતી પૂજા, જાણો તારીખ, મુહૂર્ત, મંત્ર તેમજ મહત્વ

Saraswati Puja 2022: વસંત પંચમીએ થાય છે સરસ્વતી પૂજા, જાણો તારીખ, મુહૂર્ત, મંત્ર તેમજ મહત્વ

વસંત પચંમીના દિવસે સરસ્વતી પૂજા થાય છે.

Saraswati Puja 2022: દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી (Basant Panchami) મનાવવામાં આવે છે. વસંત પચંમીના દિવસે સરસ્વતી પૂજા થાય છે. સરસ્વતી પૂજાના દિવસે તમે કોઈપણ નવી કળા, સંગીત કે ગાયન શરૂ કરી શકો છો.

    Saraswati Puja 2022: દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી (Basant Panchami) મનાવવામાં આવે છે. વસંત પચંમીના દિવસે સરસ્વતી પૂજા થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર વસંત પંચમીના દિવસે જ જ્ઞાન, વાણી, કળા તેમજ સંગીતની દેવી મા સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી. બ્રહ્મ દેવે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ચોતરફ સન્નાટો હતો. ત્યારે તેમણે વાણી તેમજ કળાની દેવીની ઊણપ અનુભવી, પછી તેમણે માતા સરસ્વતીનું આહ્વાન કર્યું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી કમળ પર બિરાજમાન થઈને હાથમાં વીણા પુસ્તક ધારણ કરીને પ્રગટ થયા હતા. ત્યારથી દર વર્ષે વસંત પંચમીએ સરસ્વતીની પૂજા થવા લાગી. આવો જાણીએ આ વર્ષે સરસ્વતી પૂજા (Saraswati Puja Date) ક્યારે અને મુહૂર્ત (Muhurat) શું છે?

    સરસ્વતી પૂજા 2022 મુહૂર્ત

    હિંદુ કેલેન્ડર મુજબ માઘ શુક્લ પાંચમ તિથિ 5 ફેબ્રુઆરીના રોજ સવારે 03:47 મિનિટથી શરૂ થઈ રહી છે, તે 6 ફેબ્રુઆરીના સવારે 03:46 મિનિટ સુધી છે. વસંત પંચમીની ઉદયાતિથિ 5 ફેબ્રુઆરી, શનિવારે છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ છે અને સરસ્વતી પૂજા પણ આ દિવસે શુભ મુહૂર્તમાં મનાવવામાં આવશે.

    આ પણ વાંચો: મંદિરમાં શા માટે કરવામાં આવે છે પરિક્રમા? જાણો તેના નિયમ અને ફાયદા

    આ વર્ષે વસંત પંચમીના દિવસે સાંજે 5:42 સુધી સિદ્ધ યોગ છે, ત્યાર બાદ સાધ્ય યોગ શરૂ થશે. એવામાં સિદ્ધ યોગમાં સરસ્વતી પૂજાની ઉજવણી કરવામાં આવશે. સરસ્વતી પૂજા રવિ યોગમાં સાંજે 04:09 થી બીજા દિવસે પ્રાત:કાળ સુધી રહેશે.

    5 ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજાનું મુહૂર્ત સવારે 07:07 થી બપોરે 12:35 સુધી છે. આ મુહૂર્તમાં તમે શાળામાં કે ઘરમાં મા સરસ્વતીની પૂજા કરી શકો છો.

    આ પણ વાંચો: Lord Shiva: શું તમે ભગવાન શિવના આ 7 રહસ્ય વિશે જાણો છો?

    સરસ્વતી પૂજાથી વિદ્યાની શરૂઆત

    ધાર્મિક માન્યતાઓ અનુસાર, સરસ્વતી પૂજાના દિવસે બાળકોના શિક્ષણની શરૂઆત કરવાથી તેમનો માનસિક વિકાસ તેજ બને છે અને તેમને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે બાળકોને મૂળાક્ષરોનું જ્ઞાન આપવાની પરંપરા છે. સરસ્વતી પૂજાના દિવસે તમે કોઈપણ નવી કળા, સંગીત કે ગાયન શરૂ કરી શકો છો.

    માતા સરસ્વતીનો બીજ મંત્ર

    ઓમ ઐં ઐં ઐં મહાસરસ્વત્યે નમઃ

    સરસ્વતી પૂજાના દિવસે તમે માતા સરસ્વતીના બીજ મંત્રનો જાપ કરી શકો છો. આનાથી માતા સરસ્વતી પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે ગુજરાતી News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharma bhakti, Vasant panchami

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन