Home /News /dharm-bhakti /Sankashti Chaturthi 2023: આજે સંકષ્ટ ચતુર્થી, જાણો પુજા મુહૂર્ત, આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા
Sankashti Chaturthi 2023: આજે સંકષ્ટ ચતુર્થી, જાણો પુજા મુહૂર્ત, આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 2023
Sankashti Chaturthi 2023: હિંદુ કેલેન્ડર મુજબ, પૂર્ણિમા પછી કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વખતે દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે.
ધર્મ ડેસ્ક: સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi) મહિનામાં બે વાર આવે છે. એક વાર પૂર્ણિમા પછી અને બીજી અમાસ પછી જેને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi) ના દિવસે ભગવાન ગણેશ (Lord Ganesha) ની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે આ વખતે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનું વ્રત 09 ફેબ્રુઆરી 2023, ગુરુવારે એટલે આજે છે.
આજે ભગવાન ગણેશના 32 સ્વરૂપોમાંથી તેમના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. વિઘ્નગર્તા ગણેશની ભક્ત પર વિશેષ કૃપા થાય છે અને સુખ-સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના શુભ મુહૂર્ત
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી ગુરુવાર, 09 ફેબ્રુઆરીએ સવારે 06 કલાક 23 મિનિટે શરૂ થશે અને 10 ફેબ્રુઆરીએ સવારે 07 કલાક 58 મિનિટે સમાપ્ત થશે. આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 09 કલાક 18 મિનિટનો રહેશે. ઉદયતિથિ અનુસાર, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી આ વખતે 09 ફેબ્રુઆરી ગુરુવારે જ ઉજવવામાં આવશે.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી પૂજન વિધી
સવારે વહેલા ઉઠીને અને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ઘરમાં મંદિરની સાફ- સફાઈ કરો. ઉત્તર દિશા તરફ મુખ કરીને ભગવાન ગણેશને જળ અર્પિત કરો. જળ અર્પિત કરતા પહેલા તેમાં તલ નાખો. દિવસભર ઉપવાસ રાખો. સાંજે વિધિ-વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશની આરતી કરો, ભોગમાં લાડુ ચઢાવો. રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ અર્ઘ્ય આપો. લાડુ કે તલ ખાઈને ઉપવાસ તોડવો. તલનું દાન કરો.
દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગાયના ઘીમાં સિંદૂર મિક્સ કરીને દીવો પ્રગટાવો. ત્યારબાદ આ દીવો ભગવાન ગણેશની સામે રાખો. આ દિવસે ભગવાન ગણેશને ગલગોટાના ફૂલ અર્પણ કરો અને ગોળ અર્પણ કરો. તમને શુભ પરિણામ મળશે.
કેળાના પાનને સારી રીતે સાફ કરો અને તેના પર રોલી ચંદન વડે ત્રિકોણ આકાર બનાવો. ત્યારબાદ પૂજા સ્થાન પર કેળાનું પાન મૂકી તેની સામે એક દીવો રાખો. આ પછી ત્રિકોણ આકારની મધ્યમાં મસૂર દાળ અને લાલ મરચાં મૂકો. આ પછી અગ્ને સખસ્ય બોધિ નઃ મંત્રનો જાપ કરો.
ભગવાન ગણેશની પૂજા કરતી વખતે સ્વચ્છ અને લીલા રંગના કપડાં પહેરો. આ સાથે પીળા રંગના આસન પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર મૂકો. આનાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના કપાળ પર ચંદન, સિંદૂર અને અક્ષતનું તિલક અવશ્ય કરવું. આનાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેની સાથે પૂજા કરનારનુ ભાગ્યોદય પણ થાય છે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે પાંચ દૂર્વાઓમાં અગિયાર ગાંઠ બાંધીને લાલ કપડામાં બાંધીને ભગવાન ગણેશની સામે રાખો. આ પછી ભગવાન ગણેશનું ધ્યાન કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર