Sankashti Chaturthi 2022: હિન્દુ કેલેન્ડર (Hindu Calendar)ના અષાઢ મહિનાની શરૂઆત થવાની છે, અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી પણ આવવાની છે. દર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની (Lord Ganesha) વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી (Dwijapriya Sankashti Chaturthi) છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે, આ દિવસે અમૃત સિદ્ધિ યોગ પણ બન્યો છે. ગણેશજીના આશીર્વાદથી તમામ સંકટ દૂર થાય છે, કાર્ય કોઈપણ બાધા વિના સફળ થાય છે. જીવનના દોષ દૂર થાય છે અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થી ક્યારે છે અને પૂજાનું મુહૂર્ત (Puja Muhurat) શું છે?
સંકષ્ટી ચતુર્થી 2022 પૂજા મુહૂર્ત
પંચાંગ અનુસાર, અષાઢ કૃષ્ણ ચતુર્થી તિથિ 17 જૂન રાત્રે 10:03 વાગ્યાથી શરૂ થઈ રહી છે આજે આપ સંકષ્ટી ચતુર્થીનું વ્રત છે. આપને ચંદ્રમાની પૂજા માટે મોડે સુધી ઇન્તેઝાર કરવું પડશે.
આ મંત્રને પૂજા સમયે ઉચ્ચારણ કરવાથી આપનાં સંકટ દૂર થશે. આ આપનાં જીવનથી તમામ વિધ્ન અને બાધાઓ દૂર કરશે.
આજનો આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આજે સવારે 09:56 વાગ્યાથી કાલે સવારે 05:03 વાગ્યા સુધી રહેશે. આજનાં દિવસે આખો દિવસ તમે ગણેશજીનું પૂજન કરી શકો છો. પરંતુ ચંદ્રમાના દર્શન માટે આપે મોડે સુધી રાહ જોવી પડશે કારણ કે ચંદ્રમાના દર્શન વિના આ વ્રત પૂર્ણ થતું નથી. અને ચંદ્રોદય 10.03 વાગ્યે થશે.
17 જૂને સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખનારાઓએ ચંદ્રની પૂજા માટે રાત્રે 10.03 વાગ્યા સુધી રાહ જોવી પડશે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય રાત્રે 10.03 કલાકે થશે.
સંકષ્ટી ચતુર્થી વ્રતમાં ચંદ્રોદય મોડો થાય છે. આ વ્રતમાં ચંદ્રમાની પૂજા અનિવાર્ય છે. વિનાયક ચતુર્થીની પૂજામાં ચંદ્રનું દર્શન વર્જિત હોય છે. તે સમયે ચંદ્રમાના દર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. આ કારણે વિનાયક ચતુર્થીએ ચંદ્ર ન જોવો જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર