Sankashti Chaturthi 2021: વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીમાં આવી રીતે કરો પૂજન વિધિ, આટલા થશે લાભ

આજે વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી 2021

આ વર્ષે તે 24 સપ્ટેમ્બર (Vighanraj Sankashti on 24th September)ના રોજ માનવામાં આવી રહી છે. આ દિવસ વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજાને સંપૂર્ણપણે સમર્પિત છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી જીવનમાં તમામ પડકારો અને સંકટ દૂર થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

  • Share this:
    ભાદરવા મહિના (Bhadra Month)ના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi) મનાવવામાં આવે છે. તેને વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી (Vighanraj Sankashti Chaturthi) કહેવામાં આવે છે. આ વર્ષે તે 24 સપ્ટેમ્બર (Vighanraj Sankashti on 24th September)ના રોજ માનવામાં આવી રહી છે. આ દિવસ વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજાને સંપૂર્ણપણે સમર્પિત છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી જીવનમાં તમામ પડકારો અને સંકટ દૂર થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

    બુધદોષ દૂર થાય છે

    વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના પવિત્ર દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા વરસે છે. લોકોની તકલીફ દૂર થાય છે અને ઘરમાં સુખ તથા મહિમા આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી કુંડળીમાં હાજર બુધદોષ (બુધ દોષ) પણ દૂર થતો હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો- Shani Sade Sati 2021: પૂરી થશે શનિની ઉંધી ચાલ, જાણો કઈ રાશિઓને મળશે રાહત

    ચંદ્ર દર્શનનું અનોખું મહત્વ

    સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરમાં શાંતિ રહે છે. આ દિવસે ચંદ્ર દર્શનને શુભ માનવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન સંકષ્ટીના 13 વ્રત આવે છે અને તમામ સંકષ્ટી વ્રતોનું અલગ અલગ મહત્વ હોય છે. વિઘ્નરાજ સંક્રાંતિ ચતુર્થીના દિવસે પૂજા પાઠ કરવાની સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.

    આ પણ વાંચો - Pitru Paksha Shradh 2021: પિતૃપક્ષની થઈ શરૂઆત, અહીં જાણો શ્રાદ્ધની વિધિ, તિથિ અને પૂજા

    વ્રત અને પૂજન વિધિ

    ગણેશ ભગવાન રિદ્ધિ સિદ્ધિ આપે છે. તેઓ વિઘ્ન દૂર કરે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે સાંજે સ્નાન કરી ભગવાન ગણેશના સંકલ્પ સાથે વ્રત રાખવું જોઈએ. ચંદ્ર ઉદય પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લાલ અથવા પીળા આસન મૂકીને ગણેશજીની પ્રતિમા અથવા તસવીરની સ્થાપના કરો. ત્યારબાદ સિંદૂરથી તિલક કરીને ગણેશને જળ, અક્ષત, ધૂપ, દિવડા અને નિવેદ સમર્પિત કરો. ગણેશજીએ પૂજામાં દુર્વા ખાસ અર્પણ કરવા જોઈએ. તેમજ ભગવાન ગણેશને લાલ, પીળા ફૂલ અને મોદક કે લાડુનો ભોગ ધરાવવો જોઈએ. જેનાથી ભગવાન ગણેશ ઝડપથી ખુશ થાય છે.

    ગણેશજીનો મંત્ર

    1 ऊँ गं गणपतये नमः - આ મંત્ર સિદ્ધિ આપે છે.

    2 वक्रतुण्डाय हुं - આ મંત્રનો જાપ કરવાથી તમામ અવરોધોનો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળી જાય છે.

    3 ऊँ हस्ति पिशाचि लिखे स्वाहा – સંકષ્ટી ચતુર્થીના દિવસે આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગો, ખામીઓ અને સંકટમાંથી મુક્તિ મળે છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: