Home /News /dharm-bhakti /

Samudrik Shashtra: ચહેરાનો આકાર જણાવે છે કેવા છે વિચારો, ખલી દે છે બધા રાઝ

Samudrik Shashtra: ચહેરાનો આકાર જણાવે છે કેવા છે વિચારો, ખલી દે છે બધા રાઝ

ચહેરો જણાવશે તમારો સ્વભાવ

Samudrik Shahstra: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યનાં ચહેરાનો (Face Shape) આકાર તેના વ્યવહાર અને ભવિષ્ય વિશે જણાવે છે. એટલે કે તમારો ચહેરો તમારી અંદર છુપાવેલા ઘણા રાઝ ખોલી શકે છે. ચાલો જાણીએ શું કહે છે તમારા ચહેરાની રચના.

    ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં જન્મકુંડળીના આધારે લોકોનું ભવિષ્ય અને વ્યવહાર કહેવામાં આવે છે, તે જ રીતે સામુદ્રિક શાસ્ત્ર લોકોના શરીરની રચના તેમના ભવિષ્ય વિશે વધુ માહિતી આપે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીરનો આકાર, શરીર પરના તલ અને ચહેરાના આકારને જોઈને તે વ્યક્તિ કેવા પ્રકારની છે, તે જણાવવામાં આવે છે. કહેવાય છે કે ચહેરા પર બધું જ લખેલુ હોય છે અને સામુદ્રિક શાસ્ત્ર પણ આ વાત માને છે.

    સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યના ચહેરાનો આકાર તેના વ્યવહાર અને ભવિષ્ય વિશે જણાવે છે. એટલે કે તમારો ચહેરો તમારી અંદર છુપાવેલા ઘણા રાઝ ખોલી શકે છે. ચાલો જાણીએ શું કહે છે તમારા ચહેરાની રચના.

    લાંબા ચહેરાના લોકો- સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, લાંબા ચહેરાના લોકો અન્ય લોકો કરતાં ખૂબ જ અલગ હોય છે અને તે જીંદગીને એન્જોય કરવામાં વિશ્વાસ રાખે છે. આવા જ લોકો જીંદગીમાં સફળ તો હોય જ છે , પણ રોમાન્ટિક સુદ્ધા હોય છે. તેમની વાતોથી તે કોઈને પણ સરળતાથી ઈન્પ્રેસ કરી શકે છે.

    અંડાકાર ચહેરાના લોકો- આવા લોકો ખૂબ જ કામુક હોય છે અને તેઓ નવા મિત્રો બનાવવાનું પસંદ કરે છે. આ લોકો પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે અને પોતાનો મોટાભાગનો સમય પોતાના પાર્ટનર સાથે વિતાવવાનું પસંદ કરે છે.

    પાતળા ચહેરાવાળા લોકો- આ લોકો સ્વભાવમાં ચિડચીડિયા હોય છે અને તેમનામાં નેગેટિવીટી ભરેલી હોય છે. જો કે, આ લોકો મોઢા પર બોલી દેવામાં વિશ્વાસ રાખે છે,પરંતુ દરેક પરિસ્થિતિમાં પરેશાન રહેવું તેમનો સ્વભાવ છે. આવા લોકોને સ્વતંત્ર રહેવું ગમે છે અને તેઓ કોઈના આદેશને સાંભળવાનું પસંદ કરતા નથી.

    ગોળ ચહેરાવાળા લોકો- આવા ચહેરાવાળા લોકો ખુશખુશાલ સ્વભાવના હોય છે અને જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વલણ ધરાવતા હોય છે. આ લોકોને એડવેન્ચર ગમે છે અને મજાક કરવાની ટેવ હોય છે. આવી સ્થિતિમાં તેઓ જ્યાં પણ જાય છે, તેઓ તેમના ખુશખુશાલ સ્વભાવને કારણે છવાયેલા રહે છે.
    First published:

    Tags: Astrology, Samurik Shahstra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन