Home /News /dharm-bhakti /Sakat Chauth 2023: ક્યારે છે સંકટ ચોથ? જાણો શુભ-અશુભ મુહૂર્ત અને વિધિ
Sakat Chauth 2023: ક્યારે છે સંકટ ચોથ? જાણો શુભ-અશુભ મુહૂર્ત અને વિધિ
Sakat Chauth 2023
Sakat chauth 2023: માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકો માટે નિર્જળા વ્રત રાખે છે. જેથી તેમના બાળક પર કોઈ સંકટ ન આવે. તો ચાલો જાણીએ સંકટ ચતુર્થીએ પૂજાના શુભ મુહૂર્ત....
ધર્મ ડેસ્ક: માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. આ વ્રત તેમને તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવે છે. આ દિવસે સંકટ હરણ ગણેશજીની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેને સંકષ્ટી ચતુર્થી અને તિલકૂટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ આખો દિવસ નિર્જલ ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે. સાંજે ચંદ્રોદય જોયા બાદ પૂજામાં દુર્વા, શક્કરિયા, ગોળ અને તલના લાડુ ચઢાવવામાં આવે છે. બીજા દિવસે સવારે સકટ માતાને ચઢાવવામાં આવતી વાનગીઓ પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. તલને શેકીને ગોળ સાથે પીસવામાં આવે છે. તિલકૂટનો પહાડ બને છે. કેટલીક જગ્યાએ તિલકૂટ બકરી પણ બનાવવામાં આવે છે. પૂજા પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે. પૂજા પછી માતાઓ સંકટ ચોથ વ્રતની કથા સંભળાવે છે.
બ્રહ્મ મુહૂર્ત - 05:14 AM થી 06:08 AM, અભિજિત મુહૂર્ત - 11:56 AM થી 12:38 PM, વિજય મુહૂર્ત - 02:01 PM થી 02:43 PM, ગોધુલી મુહૂર્ત - 05:28 PM થી 05:55 PM, અમૃત - 07:28 AM થી 09:16 AM, નિશિતા મુહૂર્ત - 11:50 PM થી 12:44 AM, 11 જાન્યુઆરી સર્વાર્થ સિદ્ધિ યોગ - 07:03 AM થી 09:16 AM AM
રાહુકાલ - 02:54 PM થી 04:12 PM યમગંદ - સવારે 09:40 થી 10:58 સુધી ગુલિક કાલ - 12:17 PM થી 01:35 PM દુર્મુહૂર્ત- સવારે 09:08 થી 09:50 સુધી ભદ્રા - સવારે 07:03 થી બપોરે 12:24 સુધી
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર