Home /News /dharm-bhakti /

Vastu Tips for Kitchen: રસોઈઘરના શું નિયમો છે? જાણો કેવા વાસણો રાખવા માનવામાં આવે છે શુભ

Vastu Tips for Kitchen: રસોઈઘરના શું નિયમો છે? જાણો કેવા વાસણો રાખવા માનવામાં આવે છે શુભ

વાસ્તુ અનુસાર રસોડાના નિયમો (પ્રતીકાત્મક ફોટો-istock)

Kitchen Rules: રસોડામાં કયા પ્રકારના વાસણો હોવા જોઈએ અને વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ, તેના વિશેના કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં જણાવવામાં આવ્યા છે, જે સુખ-સમૃદ્ધિ અને શાંતિનું કારણ બને છે.

  Kitchen Vastu Tips: જેમ જીવનમાં નિયમો (Rules)નું હોવું ખૂબ જ જરૂરી છે તે જ રીતે નિયમોનું પાલન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. દરેક કામ કરવાનો એક નિયમ હોય છે. તે જ રીતે ઘરના કેટલાક નિયમો હોય છે અને જો રસોડા (Kitchen)ની વાત કરીએ તો રસોડામાં કેવા વાસણો હોવા જોઈએ અને વસ્તુઓ ક્યાં હોવી જોઈએ, તેના વિશેના કેટલાક નિયમો પણ વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં જણાવવામાં આવ્યા છે, જે સુખ, સમૃદ્ધિ અને શાંતિનું કારણ બને છે.

  જો તમે રસોડાને નિયમો અનુસાર વ્યવસ્થિત નથી રાખતા, તો તેના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેનાથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. અહીં જાણો રસોડામાં કયા પ્રકારના નિયમોનું પાલન કરવું જોઈએ અને કયા વાસણો રાખવાથી ફાયદો થશે.

  આ પણ વાંચો: જો તમારી બર્થડેટ આમાંથી એક છે, તો એપ્રિલ મહિનો તમારા માટે રહેશે સૌથી લકી

  રસોઈઘરના નિયમ અનુસાર

  - ગેસ સ્ટેન્ડ પર ફળ અને શાકભાજીની તસવીરો લગાવવી શુભ હોય છે. આ સિવાય માતા અન્નપૂર્ણાની તસવીર લગાવવી પણ ફાયદાકારક હોય છે. તેનાથી સમૃદ્ધિ બરકરાર રહે છે.

  - બરકત જળવાઈ રહે તે માટે તમારા રસોડામાં કોઈ કીડા, મકોડા, વંદો, ઉંદરો વગેરે ન હોવા જોઈએ. તેમના આવવાથી તમારા ઘરની બરકત જતી રહે છે. રસોડાને સુઘડ અને સ્વચ્છ રાખવું જોઈએ.

  - ભોજન કરતી વખતે પહેલો ભોગ અગ્નિદેવને અર્પણ કરવો જોઈએ. કારણ કે પ્રથમ ભોગના હકદાર અગ્નિ દેવ જ હોય છે.

  - માન્યતા અનુસાર થાળીને હંમેશા સન્માનપૂર્વક ચટાઈ, ચોક, ટેબલ અથવા પાટ પર રાખવી જોઈએ.

  - ભોજન કર્યા પછી પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવા. એંઠી પ્લેટ ગેસ સ્ટેન્ડ, ટેબલ ઉપર, પલંગ અથવા ટેબલની નીચે રાખવી જોઈએ નહીં.

  - જો રસોડાનો નળ લીક થતો હોય તો તેને તરત જ બંધ કરી દો. આ ઉપરાંત જો કોઈપણ વાસણમાંથી પાણી લીક થઈ રહ્યું હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરો.

  આ પણ વાંચો: શા માટે કરવામાં આવે છે સત્યનારાયણ ભગવાનની કથા? જાણો મહત્વ

  - અઠવાડિયામાં એકવાર, ગુરુવાર સિવાય કોઈપણ દિવસે રસોડાને સમુદ્રી મીઠાથી સાફ કરો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે.

  રસોડામાં કેવા વાસણ રાખવા

  - રસોડામાં લોખંડ અને સ્ટીલના વાસણોને બદલે પિત્તળ, તાંબા, ચાંદી તથા કાંસાના વાસણો હોવા જોઈએ.

  - પિત્તળના વાસણમાં ભોજન કરવું અને તાંબાના વાસણમાં પાણી પીવું એ ધાર્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

  - પિત્તળ અને તાંબાના પ્રભાવથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. સાથે એ યાદ રાખવું તાંબાના વાસણમાં ખોરાક ખાવો વર્જિત છે.

  - રસોડામાં પ્લાસ્ટિકના વાસણો બિલકુલ ન હોવા જોઈએ. તે સ્વાસ્થ્ય અને સકારાત્મક ઊર્જાને પ્રતિકૂળ અસર કરે છે.

  - રસોડામાં કોઈપણ જર્મન અથવા એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન ન રાંધવું જોઈએ કે ન ખાવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharm Bhakti, Kitchen, Kitchen tips, Vastu, Vastu shastra, Vastu tips, ધર્મભક્તિ

  આગામી સમાચાર