હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સાવરણી (Broom) ઘર રહેલા કચરા અને અનેક પ્રકારની નકારાત્મક ઊર્જા (negative energy)ને દૂર કરે છે. જેના કારણે આપણા ઘરમાં માતા લક્ષ્મી (Mata Laxmi)નો વાસ છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવા, ઘરમાં રાખવા અને જૂની સાવરણીને ઘરમાંથી અલગ કરવા માટે ઘણા નિયમો આપવામાં આવ્યા છે. તો ચાલો સાવરણી ક્યાં રાખવી? જૂની સાવરણીનું શું કરવું અને તેને કયા દિવસે ફેંકવી અને કયા દિવસે ના ફેંકવી? તે અંગે જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણકાંત શર્મા પાસેથી જાણીએ.
જૂની સાવરણી સાથે શું કરવું?
જો તમારા ઘરની સાવરણી જૂની છે અને તે તૂટી ગઈ છે, તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. કારણ કે, જૂની સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે ઘરમાં સમસ્યાઓ વધારવાનું કામ કરે છે.
કયા દિવસે અને ક્યાં ફેંકવી જૂની સાવરણી ?
ઘરની જૂની અથવા તૂટેલી સાવરણી બહાર ફેંકવા માટે સૌથી યોગ્ય દિવસ શનિવાર અને અમાસને માનવામાં આવે છે. આ સિવાય તમે ગ્રહણ પછી અને હોળિકા દહન પછી પણ ઘરમાંથી તૂટેલી અને જૂની સાવરણી કાઢી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઝાડૂ વડે બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.
સાવરણી ક્યાં ફેંકવી અને ક્યાં નહીં ?
તમારા ઘરની જૂની અને તૂટેલી સાવરણી ફેંકવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તેના પર કોઈનો પગ ન પડે. ઝાડૂને ગટરમાં અથવા કોઈપણ ઝાડની નજીક કદાપી ન ફેંકો. સાવરણી ક્યારેય બાળવી પણ ન જોઈએ.
કયા દિવસે સાવરણી ન ફેંકવી ?
ગુરૂવાર, શુક્રવાર અને એકાદશીના દિવસે ઘરની બહાર સાવરણી ન ફેંકવી. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે.
સાવરણી ખરીદવાનો યોગ્ય સમય
એવું કહેવામાં આવે છે કે કૃષ્ણપક્ષ સાવરણીને ઘરમાં લાવવાનો સૌથી યોગ્ય સમય છે. શુક્લ પક્ષમાં સાવરણી ખરીદવામાં આવે તો દુર્ભાગ્યનો સંકેત છે. સાવરણી મંગળવાર, ગુરુવાર કે શનિવારે ખરીદવી જોઈએ. આ સાથે જ શનિવાર કે અમાસના દિવસે સાવરણી લાવવામાં આવે તો તેનાથી ઘર દોષમુક્ત બને છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર