પ્રેમ કે મેરેજથી જિંદગી થઈ બર્બાદ? આ ગ્રહ છે જવાબદાર, બચવાના ઉપાય

તમારી રાશી જ મુખ્યરૂપે વિશ્વાસ અને દગા વિશે જણાવે છે. રાહુ કલ્પના અને ભ્રમ પેદા કરે છે. આનો વધારે પ્રભાવ હોવાથી દગાની સંભાવના વધી જાય છે.

તમારી રાશી જ મુખ્યરૂપે વિશ્વાસ અને દગા વિશે જણાવે છે. રાહુ કલ્પના અને ભ્રમ પેદા કરે છે. આનો વધારે પ્રભાવ હોવાથી દગાની સંભાવના વધી જાય છે.

 • Share this:
  તમારી રાશી જ મુખ્યરૂપે વિશ્વાસ અને દગા વિશે જણાવે છે. રાહુ કલ્પના અને ભ્રમ પેદા કરે છે. આનો વધારે પ્રભાવ હોવાથી દગાની સંભાવના વધી જાય છે. બુધ પણ ચતુરાઈ અને છલ-કપટને જન્મ આપે છે. નકારાત્મક બુધ હોય તો, પણ વ્યક્તિ દગાનો શિકાર બને છે. ચન્દ્રમા અને બૃહસ્પતિ વ્યક્તિની દગાથી રક્ષા કરે છે. મજબૂત અને શુભ શની પણ વ્યક્તિને બચાવી લે છે.

  પ્રેમના મામલામાં દગાની સંભાવનાઓ અને બચવાના ઉપાય

  - પ્રેમના મામલામાં ચતુર્થ, પંચમ અને સપ્તમ ભાવ મોટી ભૂમિકા નિભાવે છે.

  - આ સિવાય શુક્ર અને મંગલની સ્થીતી પણ મહત્વપૂર્ણ હોય છે

  - રાહુની આમાં ભૂમિકા હોય તો પ્રેમમાં દગો મળે જ છે

  - બુધના કારણે પ્રેમ ભાવનાઓથી નહી બુદ્ધીથી થાય છે

  - કર્ક, વૃશ્ચિક અને મીન રાશીના જાતકોને પ્રેમમાં દગો મળવાની સંભાવના વધારે હોય છે

  ઉપાય

  - નિત્ય સવારે સૂર્યને જળ અર્પણ કરો

  - સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો

  - પૂનમે ઉપવાસ રાખો

  - સલાહ લઈ પન્ના અથવા પુખરાજ ધારણ કરો

  વિવાહના મામલામાં દગો મળવાની સંભાવના અને બચવાના ઉપાય

  - કુંડળીના સાતમા ભાવમાં અથવા સ્વામીની સાથે રાહુનો સંબંધ હોય તો દગો નિશ્ચિત હોય છે.

  - શુક્રની ખરાબ સ્થિતિ પણ વિવાહમાં દગો કરાવી શકે છે.

  - ગુરૂ ચંડાલ યોગમાં પણ દગો થવાનો યોગ હોય છે.

  - જેમની કુંડળીમાં ચન્દ્રમા નબળો હોય તેને પણ વિવાહમાં દગો મળી શકે છે.

  ઉપાય

  - શાંતીથી વિચારીને જ લગ્નનો નિર્ણય લેવો

  - વિવાહ સારા મુહૂર્તમાં જ કરો

  - સલાહ લઈ એક પીળો પુખરાજ ધારણ કરો

  - નિયમીત રીતે દેવી કવચનો પાઠ કરો
  Published by:kiran mehta
  First published: