Home /News /dharm-bhakti /Astro Tips: લવિંગના ચમત્કારી ઉપાયથી દૂર થશે આર્થિક તંગી, આ રીતે કરો ઉપયોગ

Astro Tips: લવિંગના ચમત્કારી ઉપાયથી દૂર થશે આર્થિક તંગી, આ રીતે કરો ઉપયોગ

કરો લવિંગના સરળ ઉપાય

Remedy Of Cloves: જ્યોતિષમાં જીવનની ઘણી મુશેક્લીઓને દૂર કરવામાં ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક છે લવિંગના ઉપાય, આ કરવાથી તમારું જીવન ઘણું સરળ બની જશે. ચાલો જાણીએ...

ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓના ઉપાય જણાવવામાં આવ્યા છે અને એને અપનાવી જીવનને થોડું સરળ બનાવી શકાય છે. પરંતુ ઉપાયોને કરવા માટે યોગ્ય રીત ઘણી મહત્વની છે. માન્યતાઓ અનુસાર યોગ્ય સમય અવધિ તેમજ રીતથી કરવામાં આવેલ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ખુશી અને કાર્યમાં સફળતા જરૂર આવે છે.

જ્યોતિષમાં જણાવેલા આ ઉપાયોમાંથી એક છે લવિંગના ઉપાય. જ્યોતિષમાં લવિંગનું ઘણું મહત્વ છે. પૂજામાં તેનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. સાથે જ તેના ઉપાયો કરવાથી આર્થિક સંકડામણ સહિત અનેક કામોમાં આવતી અડચણો દૂર થાય છે. તો ચાલો જાણીએ તે સરળ ઉપાયો વિશે-

કાલસર્પ દોષમાંથી મુક્તિ મળશે

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તમારે શુક્લ પક્ષના સોમવારે શિવલિંગ પર સતત 40 દિવસ સુધી દરરોજ બે લવિંગ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી કાલસર્પ દોષની આડ અસરથી રાહત મળે છે અને શુભ પરિણામ મળવા લાગે છે.

આ પણ વાંચો: મહાદેવના આશીર્વાદ માટે સોમવારે કરો આ ઉપાય, પુરી થશે બધી ઈચ્છા

દરેક ક્ષેત્રમાં સફળતા માટે કરો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળી રહ્યા હોવ તો તમારા મોંમાં બે લવિંગ નાખીને બહાર કાઢો. આમ કરવાથી તમને વિશેષ લાભ થશે અને જે કામ માટે તમે ઘરથી બહાર નીકળી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે.

આ પણ વાંચો:  રાહુ-કેતુની ઉંધી ચાલ, આ રાશિના જાતકોના જીવનમાં લાવશે મુશ્કેલી



નાણાકીય કટોકટીમાંથી છુટકારો મેળવવા માટે

જો તમે લાંબા સમયથી આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ અને તેનો કોઈ ઉકેલ મળ્યો નથી. તો તમે શુક્રવારે મા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અને બે લવિંગ અર્પણ કરો. આ પછી લાલ રંગના કપડામાં 5 લવિંગ અને 5 પૈસા બાંધી લો અને જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકી દો. આ ઉપાય પુરી શ્રદ્ધા સાથે કરો, તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti