ઘરમાં આવી શકે છે દરિદ્રતા, આપનાં આ કામથી થઇ શકે છે મહાલક્ષ્મી નારાજ

News18 Gujarati
Updated: May 24, 2019, 5:07 PM IST
ઘરમાં આવી શકે છે દરિદ્રતા, આપનાં આ કામથી થઇ શકે છે મહાલક્ષ્મી નારાજ
જે ઘરમાં સદ્દગુણ સંપૂર્ણ સ્ત્રી સુખપૂર્વક નિવાસ કરે છે, તે ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે

જે ઘરમાં સદ્દગુણ સંપૂર્ણ સ્ત્રી સુખપૂર્વક નિવાસ કરે છે, તે ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે

  • Share this:
ધર્મ ડેસ્ક: મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પોતાનાથી બનતુ બધુ જ કરે છે. પણ ઘણી વખત એવું બને કે અજાણતા એવી કોઇ ભૂલ થઇ જાય છે કે મહાલક્ષ્મી નારાજ થઇ જાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. જીવનમાં
સુખી રહેવા માટે ક્યારેક દેવી પૂજા કરે છે ત્યારે ચાલો જાણીએ કેવા કામથી ઘરમાં દરિદ્રતાનો વસવાટ થાય છે.

જે ઘરમાં સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી. જે ઘરમાં સ્ત્રીઓનું માન ન હોય તે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા રહેતી નથી. સ્ત્રીઓનું મહત્વ જણાવતા મહર્ષિ ગર્ગ કહે છે કે,

યદ ગૃહે રમતે નારી લક્ષ્મીસ્તદ્ ગૃહવાસિની । દેવતાઃ કોટિશો વત્સ, ન ત્યજન્તિ ગૃહં હિતત્ ।।

જે ઘરમાં સદ્દગુણ સંપુર્ણ સ્ત્રી સુખપૂર્વક નિવાસ કરે છે, તે ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે.

મહાલક્ષ્મીને ખુશ કરવા કરો આ ખાસ ઉપાય- ભિખારી કે ગરીબ વ્યક્તિ આવ્યો હોય તો તેને કયારેય ખાલી હાથ ના મોકલો. તમારા સામર્થ્ય અનુસાર તમે કંઇક ને કંઇક તેને ચોક્કસ આપો. તેમાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને પણ સમૃદ્ધિ કરશે તેમજઆપને દરેક કામમાં
અપાર સફળતા પણ મળશે.
-ગાય માતાને લીલું ઘાસ ખવડાવો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવશે. આ સિવાય તમે આ દિવસે ઘરમાં જમવાનું બનાવીને પહેલાં ભાગ ગાય માતા માટે ચોક્કસ રાખો. અન્નના આ ભાગને ગૌ માતાને ખવડાવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.
-દરરોજ સવારે સૂર્યને જળ ચઢાવો
-ગાયત્રીમંત્રની 11 માળા કરો
First published: May 24, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading