Home /News /dharm-bhakti /શારીરિક બીમારી પીછો નથી છોડતી? તો કરો આ લાલ કિતાબનો ઉપાય
શારીરિક બીમારી પીછો નથી છોડતી? તો કરો આ લાલ કિતાબનો ઉપાય
પ્રતિકાત્મક તસવીર
જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે
જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.
– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી. – દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો. – શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.
માનસિક રોગ દૂર કરવા – કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં. – ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો. – ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં. – મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું. – લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.
રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે – સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું. – પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી – જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર