Amarnath Yatra: અમરનાથ યાત્રા માટે 1 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન, જાણી લો જરૂરી નિયમો

અમરનાથ યાત્રા (ફાઇલ તસવીર)

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી ગાઇડલાઇન, રજિસ્ટ્રેશન માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

  • Share this:
    જમ્મુ. દક્ષિણ કાશ્મીરમાં હિમાલય સ્થિત અમરનાથ ગુફા તીર્થસ્થળ માટે વાર્ષિક તીર્થયાત્રા (Amarnath Yatra) માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરુ થવા જઈ રહ્યું છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. આ ગુફા મંદિર 3,880 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જેના માટે 56 દિવસીય યાત્રા પહલગામ અને બાલટાલ માર્ગોથી 28 જૂને શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે. આ મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ કહ્યું હતું કે તમામ કોવિડ-19 પ્રોટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જાહેર માપદંડોનું સંચાલન પ્રક્રિયામાં પાલન કરવામાં આવશે.

    શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) નીતીશ્વર કુમારે જણાવ્યું કે, બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન સમગ્ર દેશમાં 446 નિર્દિષ્ટ બેંક શાખાઓના માધ્યમથી પહેલી એપ્રિલથી શરુ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (316), જમ્મુ કાશ્મીર બેંક (90) અને યસ બેંક (40)ની શાખા સામેલ છે. તેઓએ કહ્યું કે રજિસ્રેે શન માટે પ્રક્રિયા વિશેનું વિવરણ અરજી પત્ર અને બેંકની શાખાઓની રાજ્ય મુજબની યાદી સરનામા સાથે બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સીઇઓએ કહ્યું કે રાજ્ય સરકારો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો દ્વારા અધિકૃત ડૉક્ટરો કે ચિકિત્સા સંસ્થાનો દ્વારા આપવામાં આવતા મેડિકલ સર્ટીફિકેટ જ રજિસ્ટ્રર્ડ બેંક શાખાઓમાં સ્વીકારવામાં આવશે. મેડિકલ સર્ટીફિકેટ અનિવાર્ય છે કારણ કે ગુફા ખૂબ જ ઊંચાઈ પર સ્થિત છે અને યાત્રા કઠીન છે.

    આ પણ વાંચો, Explained: 45થી વધુ ઉંમરના લોકો 1 એપ્રિલથી લઈ શકશે વેક્સીન, અહીં જાણો દરેક સવાલના જવાબ

    બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી ગાઇડલાઇન

    કુમારે કહ્યું કે, યાત્રા-2021 માટે 15 માર્ચ બાદ આપવામાં આવેલા મેડિકલ સર્ટીફીકેટ જ માન્ય ગણાશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે જે પગલાઓનું પાલન કરવાનું રહેશે, તેના વિશે જાણકારી બોર્ડની વેબસાઇટ પર આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે, તેમાં આધાર શિબીરો સુધી પહોંચવાની પ્રાસંગિક જાણકારી, રજિસ્ટ્રેશન માટે ચાર્જ, ટટ્ટુ, પાલખી અને પોર્ટર્સના ચાર્જ પણ સામેલ છે. કુમારે કહ્યું કે 13 વર્ષથી ઓછી ઉંમરના કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 6 સપ્તાહથી વધુ ગર્ભવતી મહિલાઓને આ વર્ષની યાત્રા માટે કોવિડ-19 માપદંડો મુજબ રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય. તેઓએ કહ્યું કે યાત્રા માટે સપ્તાહના પ્રત્યેક દિવસ અને માર્ગો માટે પરમિટ અલગ-અલગ હશે.

    આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા



    નોંધનીય છે કે, ગયા વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે કેટલાક સાધુઓએ જ યાત્રા કરી હતી. જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના ત્રણ દિવસ પહેલા એટલે કે બે ઓગસ્ટે આતંકવાદ હુમલાના ખતરાને જોતાં યાત્રા વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: