Home /News /dharm-bhakti /શું ધંધા-વેપારમાં સતત નુકસાન થાય છે? લાલ મરચાના આ ઉપાય દૂર કરશે તમામ દોષ, અજમાવી જુઓ

શું ધંધા-વેપારમાં સતત નુકસાન થાય છે? લાલ મરચાના આ ઉપાય દૂર કરશે તમામ દોષ, અજમાવી જુઓ

તમે ઘણી વાર જોતા હશો કે, લોકો તનતોડ મહેનત કરે તે છતાં તેમને નોકરી અથવા બિઝનેસમાં સફળતા મળતી નથી. તમારી મહેનતમાં કોઈપણ પ્રકારની ઊણપ હોતી નથી, પરંતુ નજર દોષ અને વાસ્તુ દોષના કારણે આ પ્રકારની તકલીફ થાય છે.

તમે ઘણી વાર જોતા હશો કે, લોકો તનતોડ મહેનત કરે તે છતાં તેમને નોકરી અથવા બિઝનેસમાં સફળતા મળતી નથી. તમારી મહેનતમાં કોઈપણ પ્રકારની ઊણપ હોતી નથી, પરંતુ નજર દોષ અને વાસ્તુ દોષના કારણે આ પ્રકારની તકલીફ થાય છે.

    Astrology Tips: ભોજન તીખું બનાવવા માટે લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ભોજનના સ્વાદમાં વધારો થાય છે. અલગ-અલગ પકવાનમાં લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રના જાણકાર જણાવે છે કે, લાલ મરચું ભોજનના સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે જીવનમાં આવનાર તમામ તકલીફો પણ દૂર કરે છે.

    તમે ઘણી વાર જોતા હશો કે, લોકો તનતોડ મહેનત કરે તે છતાં તેમને નોકરી અથવા બિઝનેસમાં સફળતા મળતી નથી. તમારી મહેનતમાં કોઈપણ પ્રકારની ઊણપ હોતી નથી, પરંતુ નજર દોષ અને વાસ્તુ દોષના કારણે આ પ્રકારની તકલીફ થાય છે. આ તમામ દોષ દૂર કરવામાં લાલ મરચું ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

    આ પણ વાંચો :  Guru Chandal Yog: આ મહિને બનશે ગુરુ ચાંડાલ યોગ, અશુભ ફળથી બચવા માટે કરો આ ઉપાય

    આ પ્રકારે નજર દોષ દૂર કરો


    અનેક લોકો મોટાભાગે બીમાર રહેતા હોય છે. ડોકટરની દવા લેવા છતાં તેમની તબિયતમાં સુધારો થતો નથી. વાસ્તુશાસ્ત્રના જાણકાર જણાવે છે કે, નજર લાગવાને કારણે આ પ્રકારે થઈ શકે છે.

    નજર દોષ દૂર કરવા માટે મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ મરચાના ટોટકાને કારણે બલાઓ દૂર રહે છે. તમારે 7 મરચા લઈને તેના માથા પર ફેરવવાના છે ત્યારબાદ ફરી એકવાર 7 વખત માથા પર ઊંધી દિશામાં ફેરવો. ત્યારબાદ મરચાને આગમાં નાંખી દો. આ પ્રકારે કરવાથી નજર દોષથી મુક્તિ મળે છે.

    વેપારમાં મળશે સફળતા


    જો તમને બિઝનેસમાં સતત નુક્શાન થઈ રહ્યું છે અને દિવસ-દિવસે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તો મરચું, રાઈ, તેલ આખું મીઠું, આખા ધાણા, 3 દિવામાં મુકીને વેપારના સ્થળ પર રાખી દો. જેનાથી બિઝનેસમાં રહેલ દોષ દૂર થઈ જશે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે.

    યોગ્ય ઉંમર થવા છતાં પણ તમારા દીકરા અથવા દીકરીના લગ્ન નથી થઈ રહ્યા, તો લાલ મરચાને હળદર સાથે મુકીને પીળા કપડામાં રાખો અને તેને ગાંઠ વાળી દો. ત્યારબાદ તે કપડાને પૂજાના સ્થાન પર મુકો. આ પ્રકારે કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થઈ જશે.



    નોંધ- અહીં જે પણ જાણકારી આપવામાં આવી છે તે સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Astro, Astro Tips, Astrology, Astrology tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन