Home /News /dharm-bhakti /Mahashivratri 2022: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

Mahashivratri 2022: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

મહાશિવરાત્રિ 2022

Mahashivratri 2022: શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું.

Mahashivratri 2022: આ વર્ષે મહાશિવરાત્રિ 1 માર્ચના દિવસે મંગળવારે છે. આ દિવસની પ્રતીક્ષા શિવ ભક્તોને આખું વર્ષ રહે છે. મહાશિવરાત્રિ (Mahashivratri) હિંદુઓ માટે એક મોટું પર્વ છે, જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે. ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. મહાશિવરાત્રિનો તહેવાર મહા વદ ચૌદશના ઉજવવામાં આવે છે. તો શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે આવે છે. હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે? મહાશિવરાત્રિએ ભગવાન શિવ સાથે જોડાયેલી 3 મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. આવો જાણીએ એ વિશે.

મહાશિવરાત્રિ ઉજવવાના 3 કારણ

1. શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું. તે દિવસે હિંદુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી. આ કારણે દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર રાશિ મુજબ કરો શિવ પૂજા, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

2. પૌરાણિક કથાઓ અનુસાર, મહાશિવરાત્રિ પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું. ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા. વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા. જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવ બારાત કાઢવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે, દામ્પત્ય જીવન સુખી બને છે.

આ પણ વાંચો: મુખ્ય દ્વાર પર શુભ-લાભ શા માટે લખવામાં આવે છે? જાણો કારણ

3. પૌરાણિક કથાઓ અનુસાર, મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં બાર જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. આ 12 જ્યોતિર્લિંગ છેઃ સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ,. મહાશિવરાત્રિને આ 12 જ્યોતિર્લિંગોના પ્રગટના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharma bhakti, Lord shiva, Mahashivratri, ધર્મભક્તિ