Home /News /dharm-bhakti /Sunday: રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ 6 કામ, સૂર્યદેવ થઇ જશે નારાજ, આવશે ખરાબ પરિણામ
Sunday: રવિવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ 6 કામ, સૂર્યદેવ થઇ જશે નારાજ, આવશે ખરાબ પરિણામ
રવિવારના ઉપાય
Raviwar na upay: બ્લુ, કાળો, ભૂરો, રાખોડી એટલે કે ડાર્ક રંગના કપડાં રવિવારે ન પહેરવા જોઈએ. કાળો રંગ શનિદેવનો રંગ માનવામાં આવે છે. સૂર્યદેવના પુત્ર હોવા છતાં શનિદેવનું પિતા સાથે બિલકુલ બનતું નથી. એટલા માટે રવિવારે કાળા કે ઘેરા બ્લુ રંગ જેવા કપડાં ન પહેરવા જોઈએ.
ધર્મ ડેસ્ક: રવિવારનો દિવસ સૂર્યદેવનો માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની વિશેષ અર્ચના પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. હિન્દુધર્મની માન્યતા અનુસાર સૂર્ય દેવની પૂજાથી જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે લોકો ઉગતા સૂર્યને જોવું શુભ મને છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક કામ એવા પણ છે જે રવિવારે નહિ કરવું જોઈએ. તમને જણાવીએ કે રવિવારે શું-શું ન કરવું જોઈએ.
1.તાંબું વેચાવથી બચો: રવિવારના દિવસે તાંબું અથવા તાંબાથી બનેલી કોઈ પણ વસ્તુ વેચવાથી બચો. એ ઉપરાંત સૂર્ય સબંધિત કોઈ ધાતુની વસ્તુને પણ આજના દિવસે ન વેચવું જોઈએ, એને અશુભ માનવામાં આવે છે.
2. હાર્ડવેર ન ખરીદોઃ રવિવારે હાર્ડવેર ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની હાનિ થાય છે.
3. કાળા-બ્લુ રંગના કપડાં ન પહેરોઃ બ્લુ, કાળો, ભૂરો, રાખોડી એટલે કે ઘેરા રંગના કપડાં રવિવારે ન પહેરવા જોઈએ. કાળો રંગ શનિદેવનો રંગ માનવામાં આવે છે. સૂર્યદેવના પુત્ર હોવા છતાં શનિદેવ પિતાનો સાથ બિલકુલ બનતું નથી. એટલા માટે રવિવારે કાળા કે ડાર્ક બ્લુ રંગ જેવા કપડાં ન પહેરવા જોઈએ.
4. માંસ મદિરાનું સેવન ન કરોઃ રવિવારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.
5. પશ્ચિમ તરફ યાત્રા ન કરવીઃ માન્યતા અનુસાર રવિવારે પશ્ચિમ તરફ યાત્રા ન કરવી જોઈએ. જો આ દિશામાં મુસાફરી કરવી ખૂબ જ જરૂરી હોય તો રવિવારે દાળ, ઘી કે પાન ખાધા પછી પાંચ ડગલાં પાછાં ચાલીને પૂર્વ દિશામાં જવું. તે પછી જ યાત્રા શરૂ કરો.