Home /News /dharm-bhakti /મુંબઈ: મણીનગર ગાદી સંસ્થાન મંદિર દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

મુંબઈ: મણીનગર ગાદી સંસ્થાન મંદિર દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વિક્રમ સંવત ૨૦૩૫ ભાદરવા સુદ સાતમ ને ગુરૂવાર તારીખ ૩૦-૮-૧૯૭૯ના રોજ ભારતના સવારના ૩:૦૦ વાગ્યે બોલ્ટન - યુકેમાં મનુષ્ય લીલા સંકેલી હતી.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વિક્રમ સંવત ૨૦૩૫ ભાદરવા સુદ સાતમ ને ગુરૂવાર તારીખ ૩૦-૮-૧૯૭૯ના રોજ ભારતના સવારના ૩:૦૦ વાગ્યે બોલ્ટન - યુકેમાં મનુષ્ય લીલા સંકેલી હતી.

  આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દરિદ્રિનારાયણોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈ – મહાલક્ષ્મીના મહંત દિવ્યદર્શન દાસજીસ્વામી, સાથી સંતો તેમજ આગેવાનો તથા સ્થાનિક નગરસેવિકા શ્રીમતી સરિતા પાટીલજીના શુભ હસ્તે મહાલક્ષ્મી વિસ્તારના રોજગારી ગુમાવી ચૂકેલા ગરીબ, નિ:સહાય તેમજ જરુરિયાતમંદ ૫૫૦ ઉપરાંત દરિદ્રિનારાયણોને વિનામૂલ્યે રાશનકીટ જેમાં ૩૦૦૦ કિલો ચોખા, ૧૫૦૦ કિલો દાળ – રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભોમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ વિક્રમ સંવત ૨૦૩૫ ભાદરવા સુદ સાતમ ને ગુરૂવાર તારીખ ૩૦-૮-૧૯૭૯ના રોજ ભારતના સવારના ૩:૦૦ વાગ્યે બોલ્ટન - યુકેમાં મનુષ્ય લીલા સંકેલી હતી.  અસંખ્ય જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયેલ શ્રીજીસંકલ્પમૂર્તિ, વિશ્વધર્મ ચૂડામણી, વેદશાસ્ત્ર સંરક્ષક, ભારત ભાસ્કર, વિશિષ્ટાદ્વૈત શિરોમણી, મહામંડલેશ્વર, ધર્મ પ્રાણ, સનાતન ધર્મસમ્રાટ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મધુરંધર ૧૦૦૮ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૭૧ વર્ષ ૧૧ માસ અને ૬ દિવસ આ પૃથ્વી પર દર્શન દઈ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તથા સમાજોન્નતિ માટે રાત દિવસ, ઊંઘ ઉજાઘરો, ટાઢ તડકો, ભૂખ, તરસ, થાક વગેરેની પરવા કર્યા વગર સતત વિચરણ કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ અબજી બાપાશ્રીના સિદ્ધાતોને લક્ષ્યમાં રાખી દેશ વિદેશની અંદર વિચરણ કરી હિન્દુ સંસ્કૃતિનો બહોળો ફેલાવો કર્યો અને સાચો ધર્મનો બતાવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Maninagar swaminarayan gadi sansthan, Swaminarayan Gadi Sansthan, Swaminarayan gadi sansthan maninagar

  विज्ञापन
  विज्ञापन