Home /News /dharm-bhakti /

Rashifal 24 July: આ રાશિના લોકોને થશે ફાયદો અને આ રાશિના લોકોએ રહેવું પડશે સાવચેત

Rashifal 24 July: આ રાશિના લોકોને થશે ફાયદો અને આ રાશિના લોકોએ રહેવું પડશે સાવચેત

રાશિફળ

Daily Horoscope, Aaj nu Rashi Bhavishya, Rashifal for 24 july 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ 24 july 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

  તણાવમાં આવીને તમે યાત્રા કરવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમને કંઈ જ નહીં ગમે. એક સપ્તાહમાં પૈસાનો મામલો પણ આગળ વધી શકે છે. તમારામાંથી ઘણા લોકોને એવું લાગશે કે, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઘરમાં એક પાળતુ પ્રાણી લાવવું જોઈએ. સંબંધીઓને મળવાથી તમને થોડુ સારું લાગશે.

  લકી સાઈન- ઓપન ગેટ

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

  તમને જે પણ નવી તક મળી રહી છે, તેનો ઉપયોગ કરો. જે પ્રકારે તમે હાલમાં કામ કરી રહ્યા છે તે કામને ધીમી ગતિએ વેગ મળી રહ્યો છે. તમે તમારા કેટલાક પરિબળ નક્કી કરી લીધા છે. તમારો પરિવાર તમારી સાથે સમય પસાર કરવા ઈચ્છે છે. એક નવા વેલનેસ રૂટીનનું પાલન કરવાથી તમે માનસિક રૂપે વધુ એક્ટીવ થઈ શકો છો.

  લકી સાઈન- ગુલાબની પાંખડી

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

  તમે ઘરનું રિનોવેશન કરવાનું વિચારી રહ્યા છો. આવકનો નવો સ્ત્રોત પ્રાપ્ત થવાની સંભાવના છે. આ એક સારો સમય છે જે માટે તમારે કમિટમેન્ટ કરવાની જરૂર છે. તમારામાં આત્મવિશ્વાસ આવી રહ્યો છે. તમારામાં નવી ઊર્જાનો સંચાર થઈ શકે છે, અગાઉ જે કંઈપણ થયું તેને ભૂલીને આગળ વધવું જરૂરી છે.

  લકી સાઈન- ભગવાન બુદ્ધની મૂર્તિ

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

  જે કંઈપણ થઈ રહ્યું છે તેને જોવો અને આગળ વધો. જો તમે એક્શન ઓરિયન્ટેડ પ્લાન પર ધ્યાન આપી રહ્યા છો તો, તમારે હાલમાં બ્રેક લેવો જરૂરી છે. તમે જે બાબતોનું પરીક્ષણ કર્યું છે, તેના પર ભરોસો કરી શકાય છે. કાર્યસ્થળ કોઈ વ્યક્તિ તમારી લાઈમલાઈટ અંગે માહિતી શેર કરી શકે છે. કાર્યસ્થળ પર જે કંઈ પણ બદલાવ આવી રહ્યો છે તે અંગે સાવચેત રહેવું જરૂરી છે.

  લકી સાઈન- પોર્ટ્રેઈટ

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

  આવનારા દિવસોમાં તમારા માટે એક નવી યાત્રાની શરૂઆત થશે. તમારા આક્રમક દ્રષ્ટિકોણને કારણે તમારી પ્રગતિ થઈ શકે છે. તમારા નેટવર્કને વિસ્તૃત કરવા માટે પ્રાકૃતિક આકર્ષણની મદદ લેવી જરૂરી છે. લોકો તમારા વ્યક્તિત્વ તરફ આકર્ષિત થઈ રહ્યા છે, તમારી સલાહ અને તમારા વિચારથી લોકોને અવગત કરાવવામાં આવશે. ડોમેસ્ટીક બાબતે તમને પરેશાની થઈ શકે છે. પ્લાન કર્યા વગર તમે ગેટ ટુગેધરમાં શામેલ થઈ શકો છો અને તેનાથી તમને ખૂબ જ ખુશી પણ મળી શકે છે.

  લકી સાઈન- મિઠાઈનું બોક્સ

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  પાડોશમાં કોઈ નવી વ્યક્તિ રસપ્રદ વિષય બની શકે છે. વર્તમાનમાં ચાલી રહેલ કોઈ બાબતે તમે પ્રયોગ કરવાનો નિર્ણય કરી શકો છો. કોઈ ખાસ રહસ્યમય બાબતને પકડી પાડવી ખૂબ જ અઘરી છે. જો તમે સવારે કસરત નથી કરી શકતા તો તમે બપોરે કસરત કરી શકો છો. બિઝનેસ અને અંગત સંબંધોને અલગ રાખવાથી ફાયદો થઈ શકે છે.

  લકી સાઈન- ટેગ

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  હાલમાં તમને એવું લાગી રહ્યું હશે કે, કંઈ જ આગળ વધી રહ્યું નથી. તમે કંઈ જોઈ શકતા નથી. તમે આગળ વધી શકતા નથી. ટૂંક સમયમાં તમને કોઈ હિંટ મળી શકે છે, જેનાથી તમે આગળ વધી શકો છો. વર્ષની શરૂઆતમાં પ્રમોશનની વાત કરવામાં આવી હશે, ત્યારબાદ ફરી આ વાત સામે આવી શકે છે.

  લકી સાઈન- વોકિંગ સ્ટીક

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  જે લોકો હંમેશા લોકોનું સારું વિચારે છે, તે લોકો સાથે હંમેશા સારું જ થાય છે. અત્યાર સુધી તમે પોતાના દ્રષ્ટિકોણથી વિચારી રહ્યા છો, જેનાથી ઝડપથી પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે. તમારા સ્ટાફના સભ્યને આરોગ્ય સંબંધિત સમસ્યા હોઈ શકે છે, જો શક્ય હોય તો તેની મદદ કરવી જોઈએ. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની ખરીદીના કારણે તમે બિઝી રહી શકો છો. તમે નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે શોધવાનો આ યોગ્ય સમય છે.

  લકી સાઈન- લાકડાનું બોક્ષ

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  જો તમે મિત્રો સાથે ખરીદી કરવા જવાની અથવા તેમની સાથે સમય પસાર કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમને તમારું ભાગ્ય સાથ આપી શકે છે. ગાર્ડનિંગ એક સારો શોખ છે, તમે તેને વ્યાવસાયિક રૂપે પણ ઈમ્પ્લિમેન્ટ કરી શકો છો. તમારા કામની ગતિના કારણે સમસ્યા સર્જાઈ શકે છે. સારુ પરિણામ મેળવવા માટે તમારે કામનું તંત્ર બદલવું પડશે.

  લકી સાઈન- ગુલાબી ફૂલ

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  પરિવાર સાથે સમારોહમાં શામેલ થવું પડશે. નવુ વાહન ખરીદવાની ઈચ્છા થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં તમને સારી ડીલ મળી શકે છે. પરિવારના સભ્યની સાર્વજનિક રૂપે ટીકા ના કરવી જોઈએ. તમારી ઊર્જાઓને સારા કાર્યમાં લગાડવી જોઈએ.

  લકી સાઈન- બ્રાન્ડ ન્યૂ કોઈન

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમારા જે મિત્રને તમાર જરૂરિયાત છે, તેના વિશે વિચાર કરવો જરૂરી છે. થોડા સમય પહેલાની જૂની પેટર્નમાં રિપિટેશન જોવા મળતું હોવાથી તમે તેને ઓળખી શકશો. તમને પ્રયોગ કરવાનું પસંદ છે, તેમ છતાં તમે યોગ્ય સંશોધન કર્યું નથી, આ કારણોસર કોઈપણ બાબત યોગ્ય રીતે થઈ શકતી નથી. તમે જે વ્યક્તિને મળવા ઈચ્છો છો તેને મળવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સ્ટેજ પર તમારે પાર્ટનરશીપ ના કરવી જોઈએ.

  લકી સાઈન- એક્વેરિયમ

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  તમારા કામના બદલામાં મળેલ રિફંડને તમે ઓળખી શકતા નથી, જે ખૂબ જ ખરાબ બાબત છે. તમે પર્સનલી અને પ્રોફેશનલી કામ કરવાનો વિચાર કરી રહ્યા છો. તમારા એકલાપણાનો ઈલાજ થઈ શકે છે. સીઝનના કારણે તમારી ટ્રાવેલ યોજના બાધિત થઈ શકે છે. ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવું. તમારા લાઈફ પાર્ટનર પાસે તમારી સમસ્યાનું સમાધાન હોઈ શકે છે, આ કારણોસર તેમને તમારી સમસ્યા અંગે જણાવવું જરૂરી છે.

  લકી સાઈન- ટેંગેરીન પ્લેટ્સ
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन