Home /News /dharm-bhakti /

Today Rashi 23 July : કઈ રાશિ માટે આજનો દિવસ શુભ છે અને કઈ રાશિને રોકાણમાં થશે ફાયદો

Today Rashi 23 July : કઈ રાશિ માટે આજનો દિવસ શુભ છે અને કઈ રાશિને રોકાણમાં થશે ફાયદો

શનિવારનું રાશિ ભવિષ્ય

Daily Horoscope, Aaj nu Rashi Bhavishya, Rashifal for 23 july 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ 23 july 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

  તમારી પાસે હજુ પણ કામ કરવાની તક છે. તમારે આંતરિક રૂપે ચિકિત્સાની જરૂરિયાત છે. તમે જે ઈચ્છો છો તે જ તમને મળી શકે છે. જો તમને એવું લાગી રહ્યું છે કે આ બાબત સંપૂર્ણરીતે સંભવ થઈ શકે છે, તો તમારે તે અંગે તક ઝડપવાની જરૂર છે.

  લકી સાઈન- સ્નો ઈમેજ

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

  આજનો દિવસ બિઝી રહી શકે છે. તમારા કામના બોજને કારણે તમે આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેશો. તમારી અંગત વ્યક્તિ વિશેના સારા સમાચાર તમને શાંતિ આપી શકે છે.

  લકી સાઈન- ચાંદીની ચમચી

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

  તમારે તમારા કામ માટે નવા આઈડિયા વિશે વિચારવાની જરૂર છે. જો તમે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો, જે પ્રોજેક્ટની હાલ જરૂરિયાત છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ઈ કોમર્સ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સારી તક મળી શકે છે.

  લકી સાઈન- પતંગ

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

  તમારી આંતરિક પ્રતિભાને રજૂ કરવા માટે તમને અનેક તક મળી શકે છે. તમારા આત્મવિશ્વાસને કારણે અન્ય લોકોને ઈર્ષ્યા થઈ શકે છે. તમારી આસપાસના લોકો તમારા અગાઉના કાર્ય વિશે ચર્ચા કરી શકે છે. આ કારણોસર તે લોકોથી સાવચેત રહેવું જરૂરી છે.

  લકી સાઈન- ગિટાર

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

  દિવસની શરૂઆતમાં તમને ચિંતા થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ બાબતોને જોવાથી તમે તેના વિશે જ વિચારી શકો છો. તમારો જૂનો સહકર્મી તમારું સ્નેહથી સ્વાગત કરી શકે છે.

  લકી સાઈન- પાલતુ પ્રાણી

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  દિવસની શરૂઆત મનોરંજનથી અને મિત્રો સાથે બહાર જવાથી તમને ઊર્જા મળી શકે છે. તમારું ધ્યાન વર્તમાન કરતા અગાઉની બાબતો પર વધુ કેન્દ્રિત રહી શકે છે. તમે જે વ્યક્તિને ખૂબ જ સારી રીતે ઓળખો છો, તે આ અવસરે તમે જે પ્રકારે વિચાર્યું છે તે પ્રમાણે વર્તી ના શકે.

  લકી સાઈન- કાર્ટુન કેરેક્ટર

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  હાલના એસાઈનમેન્ટની પ્રગતિનો સંકેત તમને પ્રેરિત કરી શકે છે. રેન્ડમલી ટ્રીપ પ્લાન કરવાને કારણે તમારી ખુશીમાં વધારો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તમારા પાછા આવવાની રાહ જોઈ રહ્યું છે, તો તમારે તે અંગે વિચાર કરવો જોઈએ.

  લકી સાઈન- પર્પલ સ્ટોન

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમારું સિક્રેટ હવે લોકોની સામે આવી શકે છે. તમે કેટલીક કમિટમેન્ટ કરી હશે, જે અધૂરી હોય તો તે પૂરી કરવા અંગે તમારે ધ્યાન આપવું જોઈએ. તમે જે પણ દવા લઈ રહ્યા છો તેને લઈને તમારે સાવચેત રહેવું જોઈએ.

  લકી સાઈન- બોક્સ

  ધનુષ (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  રોજ કરતા તમે આજે વધુ શાંત ફીલ કરી શકો છો. કાર્યસ્થળ પર કામ માટે એક નવી રણનીતિ બનાવવા માટે તમને ચેલેન્જ મળી શકે છે. કોઈ કુશળ વ્યક્તિ તમને તમામ વસ્તુઓ એકસાથે લાવવામાં મદદ કરી શકે છે.

  લકી સાઈન- નક્ષત્ર

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાંથી આરામ મેળવવા માટે તમે ટ્રિપ પ્લાન કરી શકો છો. તમે જે મિત્ર પર ભરોસો કરો છો તે મદદગાર સાબિત થઈ શકે છે. જૂનો મિત્ર તમારા શહેરમાં આવી શકે છે.

  લકી સાઈન- નદી

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  ખુદ સાથે વાતચીત કરવી સારી બાબત હોઈ શકે છે. આજે તમને ખૂબ જ ચીડિયાપણું લાગતું હશે. બપોરના સમયે ઊર્જા ભારે હોવાને કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે અને નિયમિત દિનચર્યા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

  લકી સાઈન- મોટા હોર્ડિગ્સ

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  જો કોઈ વ્યક્તિ તમારા કાર્યની સરાહના કરે તો તમને માનવામાં નહીં આવે. રોકાણ માટે તમને પ્રેરિત કરવામાં આવતા હોવાને કારણે તમે કરેલા રોકાણ અંગે તમારે નિર્ણય કરવો પડશે. તમે જે જૂની આદતોથી છુટવાની કોશિશ કરી રહ્યા છો, તમારી તે આદત છુટી શકે છે.

  લકી સાઈન- સિલ્ક સ્કાર્ફ
  Published by:kiran mehta
  First published:

  Tags: Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन