Home /News /dharm-bhakti /

Rashifal 22 July: જાણો આજે કેટલા ઉતાર-ચઢાવ ભર્યો રહેશે તમારો દિવસ

Rashifal 22 July: જાણો આજે કેટલા ઉતાર-ચઢાવ ભર્યો રહેશે તમારો દિવસ

શુક્રવારનું રાશિ ભવિષ્ય

Daily Horoscope, Aaj nu Rashi Bhavishya, Rashifal for 22 july 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ 22 july 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

  જો કોઈ વસ્તુમાં સમય લાગે છે, તો તેનો અર્થ તેવો નથી કે તે નહીં થાય. તમે ધૈર્ય રાખો. કાર્યસ્થળ પર ટીકા થઈ શકે છે. જો કોઈ પ્રવાસની યોજના બની રહી છે, તો તે હમણાં માટે મુલતવી રહી શકે છે.

  લકી સાઇન – સોલાઈટર

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)

  તમે તમારા ભૂતકાળથ કલ્પના કરી હોય તેવી ક્ષણને ફરીથી જીવંત કરવાની તક મળી શકે છે. તમારા કાર્યસ્થળ પર હજી પણ કેટલાક કાર્યો પૂર્ણ કરવાની જરૂર છે. લગ્નની શક્યતા પ્રબળ બની શકે છે.

  લકી સાઇન – ટૂ ફેધર્સ

  મિથુન (21 મે – 21 જૂન)

  આજનો દિવસ તમારી જાતને સશક્ત બનાવવાનો અને કંઈક નવો પ્રયોગ કરવાનો છે. એવી વસ્તુઓ હશે જેના પર તમારે તાત્કાલિક અસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. માતાપિતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

  લકી સાઇન – વૂડન બોક્સ

  કર્ક (22 જૂન- 22 જુલાઇ)

  તમારી જવાબદારીઓ તમને ટૂંકી સમય મર્યાદાઓ યાદ અપાવી શકે છે. તમારે તમારા કામને વેગ આપવાની જરૂર પડી શકે છે. કોઈ નવો વિચાર કામ કરવા માટે નવો ઉત્સાહ લાવી શકે છે. તમારા માટે આરામ પણ મહત્વપૂર્ણ છે.

  લકી સાઈન - વ્હાઈટ સ્લેબ

  સિંહ (23 જુલાઇ – 23 ઓગસ્ટ)

  તમે જે પણ વસ્તુને પાસે રાખવાનો સખત પ્રયાસ કરી રહ્યા છો તેને જવા દેવાનો આ યોગ્ય સમય છે. જો તમે ગુસ્સો કરો છો તો તે તમારી માનસિક શાંતિ છીનવી શકે છે. કોઈ પરિચિત તમને સમયસર મદદ કરી શકે છે.

  લકી સાઇન – જેડ પ્લાન્ટ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

  તમે તમારા માટે કમાયેલી કોઈ વસ્તુ માટે સેલિબ્રેશન કરી શકો છો. તમારા વ્યવસાયને રીવ્યૂ કરવા માટે સારો સમય. તાજેતરના ભૂતકાળમાં તમે લીધેલા નિર્ણયો પર વિચાર કરવા માટે થોડો સમય કાઢો.

  લકી સાઇન - સ્ટીકર

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

  જો કોઈ વસ્તુ તમને વિચલિત કરી રહી છે કારણ કે તમે તેને તેમ કરવા દો છો. તમારા પાર્ટનર પાસે એક વિચાર છે જે આવકનો નવો સ્રોત બની શકે છે. જો તમે કોઈ પ્રવાસ માટે યોજના બનાવી રહ્યા છો તો યોગ્ય સમય છે.

  લકી સાઇન – સનસાઇન

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

  આજે તમે પોતાને ભાગ્યશાળી માની શકો છો. દિવસમાં તમે તમારા માટે નક્કી કરેલા બધા કાર્યો પૂર્ણ થઈ શકે છે. સ્ટોક ફાઇનાન્સ પણ તમારી તરફેણમાં સારી હિલચાલ બતાવી શકે છે.

  લકી સાઇન – યલો કેન્ડલ્સ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

  જો તમે કોઈ વિચારથી દૂર ભાગી રહ્યા હોવ, તો જ્યાં સુધી તમે તેનો સામનો કરવાનો નિર્ણય ન લો ત્યાં સુધી તે તમને પરેશાન કરવાનું ચાલુ રાખી શકે છે. તમે કંઇક ખૂબ જ મહત્વપૂર્ણ કરવા માટે હિંમતનો અભાવ અનુભવી શકો છો. તમારો દિવસ થોડો વ્યસ્ત રહેશે.

  લકી સાઇન – સિલિકોન મોલ્ડ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

  વિવિધ રીતે તમને સરપ્રાઇઝ મળી શકે છે. એમાંની કેટલીક તમને કદાચ ન પણ ગમી શકે. તમારે તમારા સ્વભાવને નિયંત્રિત કરવાની જરૂર પડી શકે છે કારણ કે તમારા વલણને કારણે કોઈને નુકસાન થઈ શકે છે.

  લકી સાઇન – ક્રિસ્ટલ ટમ્બલર

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

  પરીક્ષાના પરિણામો અપેક્ષા મુજબ ન પણ આવે. થોડો કુનેહ તમને તમારું કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. દિવસ દરમિયાન થાક અનુભવી શકો છો. ઉતાવળે વાહન હંકારવાનું ટાળો.

  લકી સાઇન – અમ્બ્રેલા

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

  તમે જે વસ્તુ જોઈ હશે તેમાંથી પ્રેરણા લઈ શકો છો. આજે ઇન્ટ્રોવર્ટ બનવું મદદરૂપ ન થઈ શકે. કામ પર કોઈ વ્યક્તિ તમારા પર આકસ્મિક રીતે આરોપ લગાવી શકે છે. તમારો દિવસ થોડો અસ્તવ્યસ્ત હોઈ શકે છે.

  લકી સાઇન – બ્લૂ સ્કાય
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन