Home /News /dharm-bhakti /

Oracle Speaks 20th May: આ રાશિનો લોકોને આવનારા સમયમાં મળશે લાભ, જાણો શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

Oracle Speaks 20th May: આ રાશિનો લોકોને આવનારા સમયમાં મળશે લાભ, જાણો શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

આજનું રાશિ ભવિષ્ય

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 20 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 20 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  મેષ: 

  આજનો દિવસ આપના માટે ખૂબ ખાસ છે, આ એક એવો દિવસ છે તમે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે વાસ્તવિક પ્રગતિ અનુભવી શકો છો. તમે જોઈ શકો છો કે વસ્તુઓ તમારા માટે સારી અને પોઝિટિવ થઈ આવી રહી છે. જો તમે બ્રેક લેવાનો વિચાર કરી રહ્યાં છો તો હાલ પૂરતુ આ યોજનાને ટાળો.

  લકી સાઈન – નોવેલ

  વૃષભ : 

  તમારો આવનારો સમય ખૂબ જ સારો રહેશે. આવનારા સમયમાં તમને ખૂબ પ્રગતિ મળવાની શક્યતા છે એકંદરે સમય પ્રગતિશીલ રહેશે. ભૂતકાળમાં તમે તમારા જીવન વિશે કરેલી પરિકલ્પનાઓ સત્ય થતી દેખાઈ રહી છે. વિદેશથી આવનાર વ્યક્તિ તમારા માટે સારી તક લઈને આવી શકે છે. જો તમે લાંબા ગાળાનું રોકાણ કર્યું હોય, તો તમારે હવે તેને ચકાસવાની અને રિન્યૂ કરવાની જરૂર છે.

  લકી સાઈન – સોલિટેયર

  મિથુન : 

  આજનો તમારો દિવસ ભૂતકાળની યાદોમાં વ્યતિત કરી શકો છો. આજના દિવસે તમે તમને ભૂતકાળમાં મળેલી સિધ્ધિ અને ખ્યાતિઓને યાદ કરતા કરતા વિતાવશો. દિવસની શરૂઆત થોડી સુસ્ત અને ધીમી રહી શકે છે. જો કે દિવસ દરમ્યાન તમારી ઉર્જા તમારા દિવસને પાર પાડશે. આ દિવસે વધારાના કોઈ એક્શનની અપેક્ષા રાખી શકાશે નહીં.

  લકી સાઈન – ક્લિયર ક્વાર્ટઝ

  કર્ક: 

  લાંબા સમયથી તમારી કોઈ ગુમ થયેલી વસ્તુ હવે તમને મળી શકે છે અથવા તો તે વિશે માહિતી મળી શકે છે. જો તમે કોઈ વ્યક્તિને લાંબા સમયથી ફોલો કરી રહ્યાં છો તો આજનો દિવસ તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટેનો સારો દિવસ છે. આજે તમારે ઈમોશનલ ગાઈડન્સની જરૂર પડી શકે છે.

  લકી સાઈન – નીઓન સાઈન

  સિંહ: 

  તમારા મનમાં આજે તમારા બાળકો માટે એક વિશેષ સ્થાન બની શકે છે. સાથે જ તમારે તમારા બાળકો સાથે થોડો વધુ સમય વ્યતિત કરવાની અને તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. ભૂતકાળમાં કરવામાં આવેલ ચોક્કસ રોકાણ આજે કામમાં આવી શકે છે. તમે બહુ જલ્દી એક ગેટ ટુગેધર હોસ્ટ કરો તેવી પણ શક્યતા છે.

  લકી સાઈન – રાફ્ટ

  કન્યા: 

  તમારી પાસે આવેલુ અંતિમ કામ તમે સફળતા પૂર્વક રૂર્ણ કરી શકો છો. આ બાદ હવે તમારે થોડો વિરામ લઈ આગળની યોજનાઓ બનાવવાનો સમય છે. આજના દિવસે બહુવિધ વિચારો તમારા મનને આકર્ષિત કરશે. જો કે તમારે આ બાબતની ખાતરી કરવી કે તમે યોગ્ય પસંદગી કરો છો. કાર્ડ્સ પર રેન્ડમ રોકડ પ્રવાહ જોવા મળી રહ્યો છે.

  લકી સાઈન – નવો રોડ

  તુલા: 

  તમારે ભવિષ્યમાં લેવાના પગલાઓને લઈને કરવામાં આવતો પ્રતિકાર બંધ કરવો પડશે. હાલ આ પ્રકારનું જોખમ લેવાનુ યોગ્ય રહેશે નહીં. આવનારા થોડા સમયમાં તમારે તમારી જાતને નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે તૈયાર કરવું પડશે. જો ઘર અથવા ઓફિસ શિફ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થઈ શકે છે.

  લકી સાઈન–કોઈ જૂની વસ્તુ

  વૃશ્ચિક: 

  જો તમે તમારી માટે આવનારા સમયમાં શ્રેષ્ઠ તકોનું નિર્માણ કરવા માંગો છો તો તમારે તમારા સ્વભાવની આર્કામકતા છોડી દેવાની જરૂર છે. આવું કરવાથી તમને સારી તકો તો મળશે જ સાથે જ જીવનની ચિંતાઓ પણ ઓછી થઈ જશે. જો કોઈપણ વાતે તમે તમારી જાત પરનો અંકુશ ગુમાવો છો તો તેની માટે તમારે મોટા પરિણામો ભોગવવા પડી શકે છે. મનની શાંતિ માટે ધ્યાન અથવા યોગ કરી શકો છો.

  લકી સાઈન – પિગી બેન્ક

  ધન: 

  ઘણા લાંબા સમયથી તમને પરેશાન કરતુ કોઈ રહસ્ય હવે ઉકેલાઈ શકે છે. જે વસ્તુ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હોય તે હવે મજગમાંથી કાઢી નાખવાનો સમય છે. બાબતો અને વસ્તુઓને જોવાની તમારી જૂની રીત તમારે બદલાવી જરૂર છે. નવા નજરીયાથી જોવાની રીત ઘણી વસ્તુઓ બદલી શકે છે.

  લકી સાઈન – બ્લેક ડાયરી

  મકર : 

  તમારી આસપાસ થતા વધુ પડતા વાદ વિવાદો અને નાટકો તમારી માનસિક શાંતિ છીનવી શકે છે. આ તમામથી તમને કોઈ એક એવી વ્યક્તિ ઉગારવા આવશે, જે સાચા દિલથી તમારી શુભ ચિંતક હોય. તમારી સાથે કોઈ હેરાફેરી કરવામાં ન આવે તે બાબતનુ ખૂબ ધ્યાન રાખવુ જરૂરી છે. એકંદરે દિવસ તમારા અનુકૂળ રહેશે.

  લકી સાઈન – ટ્રેમ્પોલિન

  કુંભ: 

  તમારા અને તમારી આંતરવ્યક્તિત્વ કૌશલ્યો છતા કરવા માટે એક સારો દિવસ છે. નવી કમિટમેન્ટ કરવી ફાયદાકારક રહેશે. કોઈ નજીકના મિત્રને સંદેશો પહોંચાડવા માટે તમારી સહાયની જરૂર પડી શકે છે. કોઈની તરફેણ કરવાનો સમય છે

  લકી સાઈન – લાઈટનો તાર

  મીન: 

  નિંદ્રામાંથી જાગવાનો અને ફરીથી ભાનમાં આવવાનો સમય છે. કેટલાક લોકો ચોક્કસ સ્થળેથી તમારી ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી શકે છે. સ્પષ્ટ વિચાર પ્રક્રિયા તમને વધુ સારી રીતે નેવિગેટ કરવામાં મદદ કરી શકે છે. તમારા જૂના બોસ તમારો સંપર્ક કરી શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  આગામી સમાચાર