Home /News /dharm-bhakti /

Rashifal 14 July : આ રાશિના જાતકો સામે ઘરની પડતર બાબત ફરી ઊભી થઈ શકે છે, જાણો આજનું રાશિફળ

Rashifal 14 July : આ રાશિના જાતકો સામે ઘરની પડતર બાબત ફરી ઊભી થઈ શકે છે, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 14 july 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
    મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ

    આ રાશિના જાતકોને વેલનેસનો નવો અનુભવ આકર્ષક લાગી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી તમે કરેલા આયોજનના પરિણામ હવે મળી શકે છે. લગ્નની શોધમાં રહેલા લોકોને પાત્ર મળે તેવી શક્યતા છે.

    લકી સાઈન - પીરોજ કલરના એપેરલ

    વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે

    અમુક વસ્તુઓ પરથી પડદો ઉઠવાનો છે, જેથી આ રાશિના જાતકો પોતાની ધારણામાંથી બહાર નીકળવા માટે તૈયાર છે. આગળનો પડકાર મુશ્કેલ લાગશે, પરંતુ તે પડકાર અશક્ય નથી. તમે જેને પૈસા ઉધાર આપ્યા હશે તે થોડા પૈસા પરત કરી શકે છે.

    લકી સાઈન - બરફનું પીણું

    મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન

    તમે જેની અપેક્ષા રાખતા હતા તેના કરતાં વાસ્તવિક પ્લાન જુદાં જુદાં પરિણામો બતાવી શકે છે. જો તમે તમારી વાતચીતથી કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય તો તમારે માફી માંગવા માટે સંપર્ક કરવો જ જોઇએ. ધાર્મિક યાત્રાનું આયોજન કરવાનો સમય આવી શકે છે.

    લકી સાઈન - રૂબી સ્ટોન

    કર્ક (Cancer): 22 જૂનથી 22 જુળાઈ

    તમે સારી રીતે ખંત શીખ્યા છો. તમારી નિરાશા હવે દૂર થવાની તૈયારીમાં છે. કામ માટેની નવી તક ટૂંક સમયમાં તમારા ઘરના દરવાજે ટકોરા મારી શકે છે.

    લકી સાઈન - મેરીગોલ્ડ

    સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

    અતિશય વ્યવહારુ બનવું એ તમારા વ્યક્તિત્વમાં સૌથી ખરાબ બાબત બહાર લાવી શકે છે. કાનૂની બાબત થોડી તમારા તરફી હિલચાલ બતાવી શકે છે. જેઓ નવા સોદા પુરા કરવાનો અથવા કાગળો પર સહી કરવાની તૈયારીમાં રહેલા લોકોએ સાવચેતી રાખવી જોઈએ.

    લકી સાઈન - ચાર્મ બ્રેસલેટ

    કન્યા (Virgo): 23 ઓગસ્ટ 22 સપ્ટેમ્બર

    તમારી જાતને રજૂ કરવાની રીત બદલવી પડશે. સકારાત્મક પ્રભાવ તમારી માનસિકતા અને ટેવને બદલી શકે છે. કોઈ પણ તબીબી સમસ્યાઓ ટાળવા માટે તમારે પહેલા તમારી જાત પર ધ્યાન આપવું આવશ્યક છે.

    લકી સાઈન - પાણીની બોટલ

    તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

    નજીકની વ્યક્તિ સાથેના તમારા સંબંધોને સુધારવાની જરૂર પડી શકે છે. થોડી ગેરસમજ થઈ શકે છે અને તે ગૂંચવણ તરફ દોરી શકે છે. ઝેરી લોકોથી દૂર રહેવું અથવા તેમને ટાળવા હિતાવહ છે.

    લકી સાઈન - લીલા પથ્થર

    વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

    કોઈ બહારના વ્યક્તિની દખલ તમારો સમય બગાડી શકે છે. ભાગીદારીનો વિચાર આગળનું આયોજન હોય શકે છે. તમે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ શહેરોમાં તમારી કામગીરીને વિસ્તૃત કરવાનો પ્લાન બનાવી શકો છો.

    લકી સાઈન - ખિસકોલી

    ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

    કોઈ વ્યક્તિ લાંબા સમયથી તમારા પ્રત્યેની તેમની લાગણીઓ વ્યક્ત કરવાનું વિચારી રહી હશે. કોઈ પણ નિર્ણાયક પગલું ભરતા પહેલા તમારે ભાવની પ્રશંસા કરવી જોઇએ. કેટલીક ટેક્સની બાબતો કોઈ કારણ વિના અટવાઈ શકે છે.

    લકી સાઈન - પીળો નીલમ

    મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

    બીજા કોઈની વાતચીતથી પ્રભાવિત ન થતા. નવા બિઝનેસમેન કે સ્ટાર્ટ અપ ધરાવતા લોકોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે આ પડકારને ધ્યાનમાં લીધા નથી. મેડિટેશન કરો.

    લકી સાઈન - મૃગજળ

    કુંભ (Aquarius) : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

    ખરાબ સ્થિતિ હવે પૂર્ણતાના આરે હોય શકે છે. તમે નવા જીવન, નવા સાહસ અને તમારા આત્માને ખુશ કરતી વસ્તુઓ તરફ આગળ વધી શકો છો. ફાઇનાન્સિયલ પ્લાનિંગને બીજું રૂપ આપવાની જરૂર પડી શકે છે. બાકીનું બધું સારી રીતે ગોઠવાયેલું હોઈ શકે છે.

    લકી સાઈન - સ્લશ

    મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

    તમે જેના માટે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા, તે વસ્તુ માટે તમને નામના મળી શકે છે. નોકરી-ધંધે થોડી દલીલ થઈ શકે છે. લાંબા સમયથી ઘરની પડતર બાબત પણ ફરી એકવાર માથું ઉંચકી શકે છે.

    લકી સાઈન - પિત્તળની પ્રતિમા
    Published by:kiran mehta
    First published:

    Tags: Rashi bhavishya, Today Rashifal, રાશી ફળ, રાશી ભવિષ્ય, રાશીફળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन