જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે બે ગ્રહ કોઈ રાશિમાં પ્રવેશ (Rashi Parivartan 2023) કરે છે, તે સમયે શુભ અથવા અશુભ યોગનું નિર્માણ થાય છે, જેની સીધી અસર વ્યક્તિની કુંડળી અથવા રાશિ પર પડે છે. આ યોગ કોઈ વ્યક્તિ માટે અત્યંત લાભકારક હોય છે. કેટલાક યોગ બનવાને કારણે વ્યક્તિ અનેક મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે.
વર્ષ 2023ની શરૂઆતમાં અનેક ગ્રહોએ પોતાની રાશિ બદલી છે. આ પ્રકારે એપ્રિલ માસમાં ગુરુ ગ્રહ પણ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગુરુ ચાંડાલ યોગ (Guru Chandal Yog 2023)નું નિર્માણ થશે. જેને જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. આ અશુભ યોગ વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ અને રાહુની યુતિ હોય છે, જેનાથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. જે રાશિઓની કુંડળીમાં આ યોગનું નિર્માણ થશે, તે રાશિના વ્યક્તિઓએ આગામી 6 મહિના (23 એપ્રિલથી 30 ઓક્ટોબર 2023) સુધી સાવધાન રહેવું પડશે.
23 એપ્રિલના રોજ ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલેથી રાહુ બિરાજમાન હશે. આ પરિસ્થિતિમાં બે ગ્રહનું મિલન થશે, જેના કારણે વિશેષ રાશિના લોકોએ તેનું પરિણામ ભોગવવું પડશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં ચાંડાલ યોગ બને છે, તેમની જિંદગીમાં નકારાત્મકતા આવે છે. આ વ્યક્તિઓ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તમામ હદ પાર કરી દે છે. ઉપરાંત ખોટી બાબતને પણ યોગ્ય સમજી બેસે છે. ચાંડાલ યોગથી પ્રભાવિત લોકો કટ્ટરવાદી અને હિંસક બની જાય છે.
ચાંડાલ યોગની અસરથી બચવા માટે આ ઉપાય કરો
જે લોકોની કુંડળીમાં ચાંડાલ યોગ બને છે, તેમણે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેમને પીળુ ચંદન અર્પણ કરવું જોઈએ. ઉપરાંત ગુરુવારના દિવસે કેળાની પૂજા કરવાથી ચાંડાલ યોગની અસર ઓછી થઈ જાય છે. ગુરુ ચાંડાલ યોગ બને તો ગુરુ ચાંડાલ દોષ નિવારણની પૂજા કરાવવી જોઈએ.
(નોંધ- અહીં જે પણ જાણકારી આપવામાં આવી છે તે સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર