Rashi Parivartan: એપ્રિલ 2022માં દુર્લભ સંયોગ! શનિ સહિત તમામ 9 ગ્રહ બદલશે રાશિ, જાણો કેવી રહેશે અસર
Rashi Parivartan: એપ્રિલ 2022માં દુર્લભ સંયોગ! શનિ સહિત તમામ 9 ગ્રહ બદલશે રાશિ, જાણો કેવી રહેશે અસર
જ્યોતિષનું માનીએ તો, આવો સંયોગ ભાગ્યે જ બને છે જ્યારે એક જ મહિનામાં તમામ ગ્રહો રાશિઓ (Rashi Parivartan) બદલે.
Rashi Parivartan in April 2022: આ વર્ષે એપ્રિલમાં એવી દુર્લભ સ્થિતિ (rare coincidence) બની રહી છે કે આ મહિનામાં તમામ 9 ગ્રહો પોતાની રાશિઓ બદલશે. આની અસર દેશ, દુનિયા અને લોકો પર પડશે.
Rashi Parivartan in April 2022: જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં તમામ ભવિષ્યવાણીઓ 9 ગ્રહો અને 27 નક્ષત્રોની સ્થિતિની ગણતરીના આધારે કરવામાં આવે છે. દરેક ગ્રહ અલગ-અલગ સમયગાળામાં પોતાની રાશિ બદલે છે. જેમ કે ચંદ્ર સૌથી ઓછા અઢી દિવસમાં અને શનિ સૌથી વધુ અઢી વર્ષમાં રાશિ બદલે છે. પરંતુ આ વર્ષે એપ્રિલમાં એવી દુર્લભ સ્થિતિ (rare coincidence) બની રહી છે કે આ મહિનામાં તમામ 9 ગ્રહો પોતાની રાશિઓ બદલશે. જ્યોતિષનું માનીએ તો, આવો સંયોગ ભાગ્યે જ બને છે જ્યારે એક જ મહિનામાં તમામ ગ્રહો રાશિઓ (Rashi Parivartan) બદલે. સૌરમંડળના તમામ ગ્રહોની સ્થિતિમાં થઈ રહેલા આ મોટા ફેરફારની અસર દેશ, દુનિયા અને લોકો પર પડશે.
તમામ 9 ગ્રહોની સ્થિતિમાં થઈ રહેલું પરિવર્તન તમામ 12 રાશિઓના જાતકો પર શુભ-અશુભ અસર નાખશે. પરંતુ શનિનું ગોચર (Shani Gochar) સૌથી વધુ અસર કરશે કારણ કે તેની અસર સૌથી વધુ સમય સુધી રહે છે. એપ્રિલ 2022માં થઈ રહેલા શનિનું રાશિ પરિવર્તન ધનુ રાશિના જાતકોની સાડાસાતી ખતમ કરશે. પરંતુ આ સાથે જ મીન રાશિ પર સાડા સાતીનું પ્રથમ ચરણ શરૂ થઇ જશે.
આ સિવાય કુંભ રાશિ પર સાડા સાતીનો બીજો અને મકર પર અંતિમ તબક્કો શરૂ થશે. બીજી તરફ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. તેની સાથે જ કર્ક અને વૃશ્ચિક પર ઢૈયા શરૂ થશે. આ રીતે શનિનું રાશિ પરિવર્તન મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે પરેશાની આપનાર સાબિત થશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર