રમઝાન 2018 : સહેરી, ઈફ્તારી અને તરાવીહનો સાચો સમય બતાવશે આ મોબાઈલ એપ

News18 Gujarati
Updated: May 16, 2018, 4:43 PM IST
રમઝાન 2018 : સહેરી, ઈફ્તારી અને તરાવીહનો સાચો સમય બતાવશે આ મોબાઈલ એપ
News18 Gujarati
Updated: May 16, 2018, 4:43 PM IST
રમઝાન 17 મેથી શરૂ થઈ રહ્યો છે. આને લઈને રોઝેદારોને સહેરી, ઈફતારી અને તરાવીહનો સાચો સમય બતાવવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાએ તૈયારી કરી છે જેનું નામ છે 'આઈ.સી.આઈ. રમઝાન હેલ્પ લાઈન એપ'

ઈસ્લામિક સેન્ટરના ચેરમેન અને ફરંદગ મહેલના નાઝિમ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહેલીએ જણાવ્યું કે એપમાં રમઝાનનું મહત્વપૂર્ણ રીતે ઈફતારી અને સહેરીનો સમય, શહેરની વિશેષ મસ્જિદોમાં તરાવીહની નમાઝનો સમય, ઈફ્તાર, સહેરી, તરાવીહ અને શબે કદ્ર સાથે જોડાયેલ દુવાઓ સામેલ છે.

તેમને જણાવ્યું કે, તે ઉપરાતં રોઝા, જકાત, તરાવીહ, ઈફ્તાર, સહેરી, નમાઝ અને અન્યા બાબતોથી સંબંધિત પ્રશ્નોના જવાબ માટે એપમાં એક અલગ સેક્શન બનાવવામાં આવ્યો છે. આશા છે કે, મોટા પ્રમાણમાં લોકો આનો ફાયદો ઉઠાવશે.

દુનિયાભરમાં રોઝા રાખનાર કરોડો મુસ્લિમો માટે રમઝાનનો પવિત્ર મહિનો 17 મેથી શરૂ થશળે. સાઉદી અરબમાં અને ઈન્ડોનેશિયા જેવા અન્ય મુસ્લિમ દેશોમાં જાહેરાત કરી છે કે, રમઝાન 16 મેથી શરૂ થશે નહી. ચાંદ દેખાવાની ગણનાના આધાર પર આ રમઝાન મહિનો શરૂ થાય છે.

રમઝાનમાં રોઝા દરમિયાન પાણી પણ પી શકાતું નથી. ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનાને હિઝરી કહેવામાં આવે છે. માન્યતા છે કે, હિઝરીના આ આખા મહિનામાં કુરાન શરીફ પઢવાથી વધારે પુણ્ય મળે છે. રોઝા દરમિયાન કેફી પ્રદાર્થ અને સિગરેટ, તમાકુ જેવી વ્યસનથી પણ છૂટકારો મળવાની સંભાવના રહે છે.

રોઝા દરમિયાન મુસ્લિમ ખાવા-પીવાથી દૂર રહે છે, તે ઉપરાંત સેક્સ, અપશબ્દ, ગુસ્સો કરવાનો પણ ટાળે છે. કુરાન શરીફ પઢીને અને સેવા દ્વારા અલ્લાહનું ધ્યાન કરે છે.

 
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर