17 મેથી શરૂ થશે રમઝાન, આ દિવસે હસે સૌથી લાંબો રોઝો

News18 Gujarati
Updated: May 16, 2018, 5:19 PM IST
17 મેથી શરૂ થશે રમઝાન, આ દિવસે હસે સૌથી લાંબો રોઝો
News18 Gujarati
Updated: May 16, 2018, 5:19 PM IST
માહ-એ-રમઝાન 17 મેથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે રમઝાનના આખા મહિનામાં 5 જૂમ્મા આવશે. પહેલો જૂમ્મો રમઝાન શરૂ થવાની સાથે જ 18 મેના દિવસે આવી જશે. જ્યારે 15 જૂને અંતિમ જૂમ્મો હશે, જેને અલવિદા જુમ્મા કહેવામાં આવે છે. અંતિમ જુમ્માના આગલા દિવસે ઈદ મનાવવામાં આવશે.

આનાથી પણ વધારે ખાસ વાત તે છે કે, આ વખેત 14 જૂને સૌથી લાંબો રોઝો હશે. દરેક વખતે રોઝાનો સમય 14-15 કલાકથી ઓછો હોય છે, પરંતુ 14 જૂને સૌથી લાંબો રોઝો 15 કલાક અને 06 મીનિટનો હશે. જ્યારે 11, જૂને શબ-એ-કદ્ર હશે, જે દરમિયાન રોઝા રાખનારાઓ રાતભર ઈબાદત કરે છે.

તમને જણાવી દઈએ કે, રમઝાન મહિનો આખો 30 દિવસનો હોય છે, અને હરરોજ રોઝો રાખવામાં આવે છે માન્યતા છે કે, ઈસ્લામી કેલેન્ડરના આ મહિના દરમિયાન હરરોજ કુરાન શરીફ પઢવાથી વધારે સબાબ (પુણ્ય) મળે છે.

જ્યારે, રોઝાને ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવ્યો છે. આ મહિને મુસ્લમાન તક્વા મેળવવા માટે રોઝો રાખે છે. તકવાનો અર્થ છે અલ્લાહને નાપસંદ કામ ન કરીને તેમના પસંદના કામો કરવા. સરળ રીતે કહેવામાં આવે તો આ મહિનો મુસ્લિમો માટે સૌથી ખાસ હોય છે.

તમને જણાવી દઈએ કે, રમઝાનના મહિનાને ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે, 10 દિવસના ભાગને 'રહમતોનો સમય' (મહેરબાનીનો સમય) કહેવામાં આવે છે. 10 દિવસના બીજા ભાગને 'માફીનો સમય' કહેવામાં આવે છે અને 10 દિવસના અંતિમ ભાગને 'જહન્નુમથી બચવાનો સમય'(નર્કથી બચવાનો સમય) કહેવામાં આવે છે.

 
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर