Home /News /dharm-bhakti /Rama Ekadashi 2022: આજે રમા એકાદશીએ બની રહ્યો છે વિશેષ યોગ, આ વસ્તુનું દાન કરવાથી થઇ જશે બેડો પાર
Rama Ekadashi 2022: આજે રમા એકાદશીએ બની રહ્યો છે વિશેષ યોગ, આ વસ્તુનું દાન કરવાથી થઇ જશે બેડો પાર
આજે રમા એકાદશી
Rama Ekadashi 2022 Date: કારતક માસની રમા એકાદશી મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. તેવામાં જાણીએ કે રમા એકાદશી પર કઇ વસ્તુઓનું દામ કરવાથી મા લક્ષ્મીનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
Rama Ekadashi 2022: આજે તા.21 ઓકટોબરના રોજ આસો મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને રમા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે રમા એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાનો મહિમા છે.
કહેવાય છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શ્રીહરિની સાથે માતા લક્ષ્મીને પણ આશીર્વાદ પણ મળે છે. જ્યોતિષ મુજબ આ વખતે રમા એકાદશી શુક્રવારે છે. શુક્રવારને માતા લક્ષ્મીનો વાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે રમા એકાદશીનું મહત્વ વધુ વધી ગયું છે.
આ એકાદશી સ્નાન અને દાન માટે પ્રખ્યાત છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ કેટલીક વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થતાં હોવાની માન્યતા છે. માતા લક્ષ્મી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શું છે મુહૂર્ત? ક્યારે રાખી શકાય વ્રત?
દિવાળી પહેલા આવતી રમા એકાદશીનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ રમા એકાદશીનું વ્રત વદ પક્ષની એકાદશી પર રાખવામાં આવે છે. એકાદશી તિથિ 20 ઓક્ટોબરે સાંજે 04:04 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. અને આજે 21 ઓક્ટોબરે સાંજે 5.22 વાગ્યા સુધી ચાલશે.
ઉદય તિથિ મુજબ 21 ઓક્ટોબરને શુક્રવારે રમા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. રમા એકાદશી વ્રત 22 ઓક્ટોબર, શનિવારે સવારે 6:26 થી 8:42 દરમિયાન કરી શકાય છે. રમા એકાદશીનું વ્રત ઘરમાં સુખ શાંતિ અને સૌભાગ્ય લાવે છે. દેશમાં અનેક શ્રદ્ધાળુઓ આ શુભ દિવસે વ્રત કરે છે.
રમા એકાદશીએ દાન કરવાથી 11 હજાર ગાયોનું દાન કર્યા જેટલું પુણ્ય મળે છે. એકાદશીના દિવસે ગરીબોને ભોજન કરાવવું કે બ્રાહ્મણ - પંડિતને ભોજન સામગ્રી તરીકે લોટ, ચોખા, દાળ વગેરે આપવા શુભ હોય છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે. આ સાથે રમા એકાદશી પર જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું પણ પુણ્ય છે. રમા એકાદશીએ આ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સૌભાગ્ય મળે છે. આ ઉપરાંત રમા એકાદશીના દિવસે ગરીબ બાળકોને વાંચન અને લેખન સામગ્રીનું દાન કરવાથી માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર