Home /News /dharm-bhakti /Ram Navami: રામ નવમી પર પ્રભુ રામને પ્રશન્ન કરવા માટે કરો હવન, જાણો યજ્ઞની સામગ્રી અને સંપૂર્ણ વિધિ

Ram Navami: રામ નવમી પર પ્રભુ રામને પ્રશન્ન કરવા માટે કરો હવન, જાણો યજ્ઞની સામગ્રી અને સંપૂર્ણ વિધિ

રામ નવમી 21 એપ્રિલે, 2021 (બુધવારે) મનાવવામાં આવશે

રામ નવમી 21 એપ્રિલે, 2021 (બુધવારે) મનાવવામાં આવશે

Ram Navami 2021 Shubh Muhurat Hawan Samagri List and Vidhi- રામ નવમી 21 એપ્રિલે, 2021 (બુધવારે) મનાવવામાં આવશે. પૌરાણિક કથાઓ પ્રમાણે રામ નવમીના દિવસે જ મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામે રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. રામ નવમીના દિવસે ભગવાન શ્રીરામની ઉપાસના વિશેષ પ્રકારે કરવામાં આવે છે. લોકો શ્રીરામની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આ દિવસે હવન અને કન્યા પૂજન પણ કરે છે. અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. જોકે આ વખતે કોરોના વાયરસની બીજી લહેરના કારણે ઉત્સવ ફીક્કો બની શકે છે. આવો જાણીએ રામ નવમી વ્રતના શુભ મુહૂર્ત, હવન સામગ્રીની લિસ્ટ અને હવન કરવાની વિધિ.

રામ નવમીના શુભ મુહૂર્ત

નવમી તિથિ પ્રારંભ - 21 એપ્રિલ 2021 રાત્રે 00:43 કલાકેથી
નવમી તિથિ સમાપ્ત - 22 એપ્રિલ 2021 રાત્રે 00:35 વાગ્યા સુધી
પૂજા મુહૂર્ત - સવારે 11 કલાકને 2 મિનટથી બપોરે 1 કલાકને 38 મિનિટ સુધી
પૂજાનો કુલ સમય - 2 કલાક 36 મિનિટ

આ પણ વાંચો - Ram Navami: જાણો રામ નવમીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

હવન સામગ્રી

-લીમડો
-ગૂલરની છાલ
-ચંદનના લાકડા
-અશ્વગંધા
-મુલેઠીની જડ
- કપૂર
-તલ
-ચોખા
-લોંગ
-ગાયનું ઘી
-એલાયચી
-ખાંડ
-નવગ્રહના લાકડા
-પંચમેવા
-નારિયેળ
-ગોલા
-કેરીના પત્તા
-પીપળાના પત્તા
-છાલ

રામ નવમી વ્રત અને પૂજા વિધિ

રામ નવમીના રોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ ભગવાન રામની આરતી કરો.

પૂજા દરમિયાન તેમની પ્રતિમાને પારણામાં ઝૂલાવો. પૂજાના સમાપન બાદ ભક્તોને પ્રસાદ આપો. બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. વ્રત રાખતા લોકો દિવસભર ફળાહાર કરો, શુભ મહુર્ત દરમિયાન ભગવાન રામની રથયાત્રા કાઢો. સાંજે ભજન-કીર્તન કરો. ત્યાર બાદ દશમના રોજ સવારે સ્નાન ભગવાનની પૂજા કરીને પારણા કરી વ્રત પૂર્ણ કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો