દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ નોમના રોજ દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે જ ભગવાન શ્રીરામે રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. તેમનો જન્મ ચૈત્ર વદ નોમના રોજ પુનર્વસુ નક્ષત્ર તથા કર્ક લગ્નમાં થયો હતો. આ દિવસે ભગવાન રામની ઉપાસના, વ્રત, હવન અને કન્યા પૂજનનો મહિમા છે. આજે અમે તમને વ્રતનું શુભ મહુર્ત, પૂજા નિયમ અને ધાર્મિક મહત્વ જણાવીશું.
રામ નવમી વ્રત અને પૂજા વિધિ
રામ નવમીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ ભગવાન રામની આરતી કરો.
પૂજા દરમિયાન તેમની પ્રતિમાને પારણામાં ઝૂલાવો. પૂજાના સમાપન બાદ ભક્તોને પ્રસાદ આપો. બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. વ્રત રાખતા લોકો દિવસભર ફળાહાર કરો, શુભ મહુર્ત દરમિયાન ભગવાન રામની રથયાત્રા કાઢો. સાંજે ભજન-કીર્તન કરો. ત્યાર બાદ દશમના રોજ સવારે સ્નાન ભગવાનની પૂજા કરીને પારણા કરી વ્રત પૂર્ણ કરો.
નવમી તિથિ પ્રારંભ: 21 એપ્રિલ 2021ના રોજ રાત્રે 00:43 વાગ્યાથી
નવમી તિથિ સમાપ્ત: 22 એપ્રિલ 2021ના રોજ 00:35 વાગ્યા સુધી
પૂજા મુહૂર્ત: સવારે 11:02થી બપોરે 01:38 વાગ્યા સુધી
પૂજાનો કુલ સમય: 2 કલાક અને 36 મિનિટ
રામનવમી મધ્યાહન સમય: બપોરે 12:20 વાગ્યે
રામ નવમીનું મહત્વ
ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર