Home /News /dharm-bhakti /રામનવમી વિશેષ: અનેક મહાયોગોથી ભરેલી છે ભગવાન રામની કુંડળી, 1 કરોડ 85 લાખ વર્ષ પહેલા થયો હતો જન્મ
રામનવમી વિશેષ: અનેક મહાયોગોથી ભરેલી છે ભગવાન રામની કુંડળી, 1 કરોડ 85 લાખ વર્ષ પહેલા થયો હતો જન્મ
રામ નવમી 2023
Ram Navami Special bhagwan ram ki kundali: આ વર્ષે રામ નવમીનો તહેવાર 30 માર્ચ ગુરુવારે એટલે આજે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમીના રોજ બપોરના સમયે કર્ક ભાવ અને કર્ક રાશિમાં થયો હતો. ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉત્કૃષ્ટ ચિન્હોમાં બેઠા હતા અને ચાર પોતાની રાશિમાં હતા. ભગવાન શ્રીરામની કુંડળી મહાન યોગોથી ભરેલી છે.
ધર્મ ડેસ્ક: રામનવમી 30 માર્ચે ઉજવવામાં આવશે. ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમી તિથિએ થયો હતો, તેથી દર વર્ષે આ તિથી પર રામ નવમી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે.
રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ત્યારે શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી કહે છે કે, ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ નવમીએ બપોરે કર્ક લગ્ન અને કર્ક રાશિમાં થયો હતો. ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચ રાશિમાં બેઠા હતા અને ચાર ગ્રહો પોતાની જ રાશિમાં હતા. ભગવાન રામની કુંડળી મહાયોગોથી ભરેલી છે. આજ સુધી દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં આવા યોગ જોવા મળ્યા નથી.
1.85 કરોડ વર્ષ પહેલાં થયો હતો ભગવાન રામનો જન્મ
વાલ્મિકી રામાયણમાં ભગવાન રામની કુંડળી અને તેમના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ જોતા એક અંદાજ મુજબ ભગવાન રામનો જન્મ 1 કરોડ 85 લાખ 58 હજાર 121 વર્ષ પહેલાં થયો હતો. અયોધ્યાના રાજા બન્યા બાદ ભગવાન રામે 11 હજાર વર્ષ સુધી શાસન કર્યું હતું.
રામચરિતમાનસમાં ભગવાન રામના જન્મનું વર્ણન
जोग लगन ग्रह बार तिथि सकल भए अनुकूल। चर अरु अचर हर्षजुत राम जनम सुखमूल।। नौमी तिथि मधुमास पुनीता। सकल पुच्छ अभिजित हरिप्रीता।। मध्यदिवस अति सीत न घामा। पावन काल लोक बिश्रामा॥
એટલે કે ભગવાન રામના જન્મ સમયે ચૈત્ર માસ, નવમી તિથિ, શુક્લ પક્ષ અને અભિજીત મુહૂર્ત હતું. અભિજિત મુહૂર્ત બપોરે હોય છે. મધુમાસ એટલે કે તે સમયે ન તો વધારે ગરમી હતી કે ન તો બહુ ઠંડી હતી. વેદોમાં ચૈત્ર માસને મધુમાસ કહેવામાં આવે છે.
ભગવાન રામની કુંડળી
ભગવાન શ્રીરામની કુંડળીમાં ગજકેસરી યોગ, મહાબલી યોગ, રૂચક યોગ, હંસ યોગ, શશક યોગ, કીર્તિ યોગ, માલવ્ય યોગ, કુલદીપક યોગ, ચક્રવર્તી યોગ જેવા શ્રેષ્ઠ યોગો છે. ડો. તિવારી સમજાવે છે કે, ભગવાન રામની કુંડળીમાં કર્ક લગ્ન અને કર્ક રાશિ છે. લગ્નમાં ચંદ્ર અને ગુરુ છે. પરાક્રમ ઘરમાં રાહુ, માતાના ઘરમાં શનિ, પત્નીના ઘરમાં મંગળ, ભાગ્યમાં શુક્ર સાથે કેતુ, દસમા ઘરમાં સૂર્ય અને અગિયારમા ઘરમાં બુધ છે.
આ કારણે બન્યા મર્યાદા પુરુષોત્તમ
વધુ જોઈએ તો રામની કુંડળીમાં લગ્નમાં બેઠેલો ગુરુ નવમેષ પણ છે અને દસમા ઘરમાં સૂર્ય ઉચ્ચ રાશિનો છે. ગુરુ અને સૂર્યની સારી સ્થિતિને કારણે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. તેઓ હંમેશાં નીતિ પ્રમાણે જ કામ કરતા હતા. સૂર્યને કારણે પ્રસિદ્ધ ચક્રવર્તી સમ્રાટ બન્યા હતા.
કુંડળીમાં શનિ અને મંગળની સ્થિતિના કારણે ભગવાન રામનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. માતાના ઘરમાં શનિ હોવાના કારણે માતૃસુખનો અભાવ રહેતો હતો. ભાગ્યમાં શુક્ર સાથે કેતુની હાજરી તેમજ રાહુની દ્રષ્ટિને કારણે તેઓ રાજકુમાર અને બાદમાં રાજા હોવા છતાં સન્યાસી જીવન જીવ્યા હતા.
16 વર્ષમાં ભાગ્યોદયની શરૂઆત
ભગવાન રામના ભાગ્યોદયની શરૂઆત 16 વર્ષની ઉંમરે થઈ હતી અને 25 વર્ષમાં પૂર્ણ ભાગ્યોદય થયો હતો. આવું બુધ અને ચંદ્રની શુભ સ્થિતિના કારણે થયું હતું. પરાક્રમભાવમાં રાહુની હાજરીએ તેમને વીર અને શક્તિશાળી બનાવ્યા હતા.
ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા, પરંતુ તેમનો જન્મ માનવ સ્વરૂપમાં થયો હતો. તેથી તેમના પર પણ ગ્રહોનો પ્રભાવ હતો. તેમણે તમામ સંજોગોમાં નીતિનું પાલન કરીને તેમના જીવનમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા. આ જ કારણે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવતા હતા અને આજે પણ તેમની પૂજા થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર