Home /News /dharm-bhakti /Ram Navami 2023: રામ નવમીએ બની રહ્યા છે ખૂબ જ દુર્લભ યોગ, 3 રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે

Ram Navami 2023: રામ નવમીએ બની રહ્યા છે ખૂબ જ દુર્લભ યોગ, 3 રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે

આ વખતે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ મનાવવામાં આવશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રામનવમી પર ભગવાન રામનો જન્મ થયો હતો. હિંદુ પંચાંગ મુજબ, ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે રામનવમી મનાવવામાં આવે છે. આ વખતે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ મનાવવામાં આવશે. આ દિવસની ઉજવણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

વધુ જુઓ ...
    સનાતન ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. બધા જ દેવી-દેવતાનું ધર્મમાં આગવું સ્થાન છે. ત્યારે રામ નવમી (Ram Navami)ને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ (Lord Rama)ની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

    ધાર્મિક માન્યતાઓ અનુસાર, રામનવમી પર ભગવાન રામનો જન્મ થયો હતો. હિંદુ પંચાંગ મુજબ, ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે રામનવમી મનાવવામાં આવે છે. આ વખતે રામ નવમી 30 માર્ચ 2023ના રોજ મનાવવામાં આવશે. આ દિવસની ઉજવણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

    આ પણ વાંચો:  Guru Asta 2023: દેવગુરુ બૃહસ્પતિ થઇ રહ્યાં છે અસ્ત! આ 6 રાશિઓ માટે આવનારો સમય કષ્ટદાયક, પડશે અશુભ પ્રભાવ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે, જેની 3 રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે. ત્યારે દિલ્હીના જ્યોતિષાચાર્ય પંડિત આલોક પંડ્યાએ રાશિઓ પર સકારાત્મક અસર અંગે જાણકારી આપી છે.

    રામનવમીએ બની રહ્યા છે ખાસ યોગ


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રામ નવમીના દિવસે સર્વાર્થસિદ્ધિ, ગુરુપુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યા છે. જેની સકારાત્મક અસર 3 રાશિના જાતકો પર પડશે.

    આ પણ વાંચો:  Chaitra Navratri 2023 : આ વસ્તુને લીલા રંગના કપડામાં લપેટીને કરો દાન, થઇ જશો માલામાલ

    શુભ મુહૂર્ત


    30 માર્ચે સવારે 6:00 થી 10:59 દરમિયાન સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે.

    સિંહ રાશિના જાતકોને દેણામાંથી મુક્તિ મળશે


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ સિંહ રાશિના જાતકો માટે આ યોગને શુભ માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકો ભગવાન રામના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. સિંહના જાતકોને દેવામાંથી મુક્તિ મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરી-ધંધામાં લાભની શક્યતા છે.


    તુલા રાશિના જાતકોને સામાજિક અને આર્થિક લાભ થશે


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકોને રામનવમીના દિવસે શુભ સમાચાર મળી શકે છે. લગ્ન માટે લાયક જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સમાજમાં માન-સન્માન વધશે.

    વૃષભ રાશિના જાતકો માટે રામનવમી ખૂબ જ ફળદાયી


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃષભ રાશિના જાતકો માટે રામ નવમીને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે નવા કામની શરૂઆત કરી શકો છો. રામનવમીનો દિવસ રોકાણ કરવા માટે શુભ દિવસ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ શરૂ થઈ જશે.
    First published:

    Tags: Ayodhya mandir, Dharm Bhakti, Lord Ram, Ram Mandir News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો