Home /News /dharm-bhakti /Ram Navami 2023: રામ નવમી આ 4 રાશિઓ માટે અત્યંત શુભ, નોકરીમાં પ્રમોશનના છે યોગ
Ram Navami 2023: રામ નવમી આ 4 રાશિઓ માટે અત્યંત શુભ, નોકરીમાં પ્રમોશનના છે યોગ
આ રામનવમી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાની છે.
દેવધરના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુગદલે ન્યૂઝ 18 લોકલને જણાવ્યું કે આ વખતે રામનવમી પર મેષ, વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. ચાલો એક નજર કરીએ આ રાશિઓ પર....
દેવઘર. હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે શ્રીરામ ભક્ત હનુમાનની પૂજા કરવામાં આવે છે. દર વર્ષના ચૈત્ર માસના શુક્લ પક્ષને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. વૈદ્યનાથ ધામના જાણીતા જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુદગલે જણાવ્યું કે આ વર્ષે રામનવમી 30 માર્ચે ઉજવવામાં આવશે. આ રામનવમી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાની છે.
દેવધરના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુગદલે ન્યૂઝ 18 લોકલને જણાવ્યું કે આ વખતે રામનવમી પર મેષ, વૃષભ, સિંહ અને તુલા રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. ચાલો એક નજર કરીએ આ રાશિઓ પર....
મેષ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ વિશેષ રહેશે. મેષ રાશિના જાતકો પર શનિ મહારાજની વિશેષ કૃપા રહેશે. ભગવાન બજરંગબલી સાથે સાથે મા જગદંબાની પણ કૃપા રહેશે. જાતકોને આર્થિક લાભ થશે.
વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં વિશેષ લાભ થશે. નવું વાહન ખરીદી શકો છો. આર્થિક લાભ થશે.
" isDesktop="true" id="1362724" >
સિંહ રાશિ: આ રાશિના જાતકો માટે આ રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. સિંહ રાશિના જાતકો ઉપર આ રામનવમીએ ભગવાન શ્રીરામ અને ભગવાન હનુમાનની વિશેષ કૃપા રહેશે. સ્વાસ્થ્ય સુખની પ્રાપ્તિ થશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરિયાત લોકોનું પ્રમોશન થવાની સંભાવના છે.
તુલા રાશિ: આ રાશિના જાતકો માટે આ રામ નવમી ખૂબ જ ખાસ રહેશે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીમાં પદોન્નતિના યોગ છે.
જ્યોતિષાચાર્ય પંડિત નંદકિશોર મુગદલ જણાવે છે કે, રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઇએ. આ સાથે જ 'ઓમ હમ હનુમતે નમ:'નો મંત્રોચ્ચાર કરવો જોઇએ. આ સાથે જ કિસ્કિંધા કાંડમાં એક ચોપાઇ છે, 'કવન સૌ કાજ કઠિન જન માહી જોય નહીં હો તાત તુમ પાહી', આ ચોપાઇને 108 વાર બોલવાથી મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય સિદ્ધ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર