Home /News /dharm-bhakti /Ram Navami 2023: રામનવમી પર શ્રીરામ સાથે હનુમાનજીની પણ કરો પૂજા, થશે આ વિશેષ લાભ, જાણો વિધી અને શુભ મુહૂર્ત વિશે

Ram Navami 2023: રામનવમી પર શ્રીરામ સાથે હનુમાનજીની પણ કરો પૂજા, થશે આ વિશેષ લાભ, જાણો વિધી અને શુભ મુહૂર્ત વિશે

માનવામાં આવે છે રામજીના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજા રામજી સાથે કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી હોય છે.

રામનવમી પર ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે, માનવામાં આવે છે રામજીના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજા રામજી સાથે કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી હોય છે. ચૈત્ર શુક્લ નવમી પર માતા દુર્ગાને અપરાજિતા પુષ્પ, અત્તર, અભ્રક અને સુગંધિત ધૂપ અર્પિત કરવાથી ઈચ્છિત મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.

વધુ જુઓ ...
Ram Navami 2023: આપણા હિંદુ પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી (Ram Navami 2023) 30 માર્ચે આવી રહી છે. આ તહેવાર ભગવાન શ્રીરામને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આવામાં ભક્તો આ તહેવારની તેમની જન્મજયંતિ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે.

આખા વર્ષ દરમિયાન રામ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે અને રામ નવમીની તૈયારીઓ કેટલાંક અઠવાડિયા અગાઉથી જ શરૂ પણ કરી દેવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું વર્ષ 2023માં રામનવમી, પૂજાનો શુભ સમય, મહત્વ અને પૂજા વિધી વિશે…

આ પણ વાંચો:  Chaitra Navratri 2023: નવરાત્રીમાં કરો શક્તિશાળી 'સિદ્ધ કુંજિકા સ્ત્રોત'નો પાઠ, મા જગદંબે દૂર કરશે મોટામાં મોટી મુશ્કેલી

પ્રભુ શ્રીરામ સાથે હનુમાનજીની પૂજા


રામનવમી પર ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે, માનવામાં આવે છે રામજીના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજા રામજી સાથે કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી હોય છે. ચૈત્ર શુક્લ નવમી પર માતા દુર્ગાને અપરાજિતા પુષ્પ, અત્તર, અભ્રક અને સુગંધિત ધૂપ અર્પિત કરવાથી ઈચ્છિત મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. આ સાથે જ શનિ અને રાહુના પ્રકોપથી પણ મુક્તિ મળતી હોય છે. ચૈત્ર નવરાત્રિ કરતા ભક્તો આ દિવસે કન્યા પૂજન, હવન અને પુષ્પાંજલિ અર્પણ કરતા હોય છે.

વર્ષ 2023માં રામનવમીના શુભ મુહૂર્ત


અમૃત મુહૂર્ત: સવારે 05:55 કલાકથી 07:26 કલાક સુધી

શુભ યોગ મુહૂર્ત: સવારે 08:56 કલાકથી સવારે 10:27 કલાક સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 11:33 કલાકથી બપોરે 12:21 કલાક સુધી

ચર યોગ મુહૂર્ત: બપોરે 01:28 કલાકથી બપોરે 02:58 કલાક સુધી

લાભ-અમૃત મુહૂર્ત: બપોરે 02:58 કલાકથી સાંજે 05:57 કલાક

કર્ક લગ્નઃ સાંજે 04:53 કલાકથી શરૂ

આ પણ વાંચો:  Ram Navami 2023: રામ નવમી પર ઉઘડી જશે આ 3 રાશિઓના ભાગ્ય, મળશે અદ્ભૂત યોગનો લાભ

રામ નવમીની પૂજાનું મહત્વ


રામનવમીના દિવસે ભગવાન શ્રીરામ અને હનુમાનજીની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તેમના ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી માન્યતા છે કે ભગવાન રામનો જન્મ મધ્યકાળ દરમિયાન થયો હતો. મધ્યાહ્ન જે છ ઘાટીઓ એટલે કે લગભગ 2 કલાક અને 24 મિનિટ સુધી ચાલે છે. રામના જન્મનો સમય હોવાને કારણે તેને રામ નવમી પૂજા કરવા માટેનો સૌથી શુભ સમય માનવામાં આવે છે.

રામ નવમીની પૂજા વિધી


રામનવમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો.

ત્યારબાદ નવમી તિથીની પૂજા શરૂ કરો.

હવે શ્રીરામના ફોટો કે મૂર્તિની સામે દીવો પ્રગટાવો.

તમામ દેવી-દેવતાઓનું ધ્યાન કરો અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરો.

શ્રીરામને ફૂલ, મીઠાઈ, ફળ વગેરે અર્પણ કરો અને તેનો ભોગ લગાવો.

અને અંતે ભગવાન શ્રીરામના મંત્ર જાપ અને આરતી કરીને પૂજા સમાપ્ત કરો.


રામનવમી પર બની રહ્યો છે આ શુભ યોગોના મહાસંયોગ


રામ નવમી પર ત્રણ ખૂબ જ શુભ યોગો એકસાથે જોવા મળશે, આ ત્રણ યોગનું મિલન થવાને કારણે આ વર્ષે રામનવમી પર ખૂબ જ સારો મહા સંયોગ બનવા જઈ રહ્યો છે. આ યોગોમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, ગુરુ-પુષ્ય યોગ અને સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ ગુરુવારે પુનર્વસુ નક્ષત્ર સાથે જોવા મળશે. આ સંયોગમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનની પૂજા-અર્ચના કરવાથી યશ, બળ, બુદ્ધિ, ઐશ્વર્ય, પ્રગતિ, પરસ્પર પ્રેમ અને ભૌતિક સુખના આશિર્વાદ મળશે. દક્ષિણ સંપ્રદાયના લોકો આ તહેવારને કલ્યાણોત્સવ એટલે કે ભગવાન શ્રી રામના લગ્ન સમારોહ તરીકે ઉજવે છે. તેમની માન્યતા છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ મજબૂત બને છે.
First published:

Tags: Dharm Bhakti, Hanuman, Lord Ram, Ram Mandir News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો