Home /News /dharm-bhakti /Ram Navami 2022: રામ નવમી પર બની રહ્યો છે ત્રિવેણી સંયોગ, જાણો રામ જન્મોત્સવનું શુભ મુહૂર્ત
Ram Navami 2022: રામ નવમી પર બની રહ્યો છે ત્રિવેણી સંયોગ, જાણો રામ જન્મોત્સવનું શુભ મુહૂર્ત
આ વર્ષે રામ નવમી 10 એપ્રિલ, રવિવારે છે.
Ram Navami 2022: આ વખતે રામ નવમી (Ram Navami Muhurt) પર રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ રવિ યોગનો ત્રિવેણી સંયોગ રચાઈ રહ્યો છે. આ ત્રણેય યોગ આ દિવસને અતિ શુભ બનાવી રહ્યા છે.
Ram Navami 2022: ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ પ્રભુ શ્રીરામ (Lord Sriram)નો જન્મ થયો હતો, તેથી દર વર્ષે ચૈત્ર નવરાત્રિની નવમીએ રામ નવમી (Ram Navami Muhurt) ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે રામ નવમી પર રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ રવિ યોગનો ત્રિવેણી સંયોગ રચાઈ રહ્યો છે. આ ત્રણેય યોગ આ દિવસને અતિ શુભ બનાવી રહ્યા છે. મકાન, વાહન વગેરેની ખરીદી, વિશેષ કાર્યોની શરૂઆત અને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ ઉત્તમ છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો, ત્યારે ચૈત્ર શુક્લ નવમીએ પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નનો ઉદય હતો અને પાંચ ગ્રહ મંગળ, શુક્ર, સૂર્ય, શનિ અને બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને વિદ્યમાન હતા. ચાલો જાણીએ કે આ વર્ષે રામ નવમીની તિથિ અને રામ જન્મોત્સવનું શુભ મુહૂર્ત શું છે.
ચૈત્ર શુક્લ નવમી તિથિનો પ્રારંભ: 10 એપ્રિલ, રવિવાર, 01:23 AM
ચૈત્ર શુક્લ નવમી તિથિનું સમાપન: 11 એપ્રિલ, સોમવાર, 03:15 AM
રામ જન્મોત્સવનું શુભ મુહૂર્તઃ સવારે 11:06થી બપોરે 01:39 સુધી
દિવસનો શુભ સમય: બપોરે 12:04થી 12:53 વાગ્યા સુધી
પ્રભુ શ્રી રામના જન્મોત્સવ માટે અઢી કલાકથી વધુ સમય મળશે.
રામ નવમીના દિવસે સુકર્મ યોગ બપોરે 12.04 વાગ્યા સુધી છે, જ્યારે પુષ્ય નક્ષત્ર પૂર્ણ રાત્રિ સુધી છે. વિજય મુહૂર્ત બપોરે 02:30થી 03:21 સુધી અને અમૃતકાલ રાત્રે 11:50થી 01:35 સુધી છે. રામ નવમીના દિવસે રાહુકાલ સાંજે 05:09 થી 06:44 સુધી છે.
રામ નવમીના દિવસે અયોધ્યામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામની સાથે નાના ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મોત્સવ હોય છે. આ પ્રસંગે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શ્રી રામની ભક્તિ-સ્તુતિ સાથે રામ મંત્રનો જાપ કરવામાં આવે છે. આ અવસરે રામચરિતમાનસ અને રામાયણનો પાઠ કરવામાં આવે છે.
જો તમે તમારા ઘરે રામ જન્મોત્સવ ઉજવવા માંગતા હો તો તમારે શુભ મુહૂર્તમાં રામલલાની જન્મજયંતિ ઉજવવી જોઈએ. તેમના પારણાને ફૂલો, માળા વગેરેથી સજાવો. તેમના માટે વસ્ત્ર, મુગટ વગેરેની વ્યવસ્થા કરો. શુભ મુહૂર્તમાં શ્રીરામ ભગવાનના જન્મોત્સવ બાદ મીઠાઈઓ અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર