Ram Navami 2022 Upay: રામ નવમી પર કરો આ 5 સરળ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Ram Navami 2022 Upay: રામ નવમી પર કરો આ 5 સરળ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
આ વર્ષે રામ નવમી 10 એપ્રિલના દિવસે રવિવારે છે.
Ram Navami 2022 Upay: રામ નવમી નિમિત્તે દેશભરમાં પ્રભુ શ્રી રામની પૂજા કરવામાં આવશે અને રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે કેટલાક ઉપાય કરીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો.
Ram Navami 2022 Upay: આ વર્ષે રામ નવમી 10 એપ્રિલના દિવસે રવિવારે છે. ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામ (Lord Rama)નો જન્મ અયોધ્યામાં થયો હતો. ભગવાન વિષ્ણુએ લંકાપતિ રાવણના અત્યાચારોથી ત્રણેય લોકને મુક્તિ અપાવવા માટે રામાવતાર લીધો હતો. આ વર્ષે નવમી તિથિ 9 એપ્રિલની મોડી રાત્રે 01:23 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 11મી એપ્રિલ પ્રાત: 03:15 સુધી છે. રામ નવમી નિમિત્તે દેશભરના રામ મંદિરોમાં ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવશે અને રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રામ નવમીના અવસર પર તમે કેટલાક સરળ ઉપાયો (Ram Navami Upay)થી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. ચાલો જાણીએ રામ નવમીના આ ઉપાયો વિશે.
રામ નવમી 2022 માટે જ્યોતિષી ઉપાયો
1. રામ નવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામની પૂજા કરો. તે દરમિયાન રામ સ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન... કરો. તેનો પાઠ કરવાથી વ્યક્તિના દુ:ખ અને કષ્ટો દૂર થાય છે.
2. જો તમે મુશ્કેલીમાં ઘેરાયેલા છો અને તેનાથી બચવા માંગતા હો તો રામ નવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. ભગવાન શ્રી રામ તમારી રક્ષા કરશે અને તમારું કલ્યાણ થશે.
3. કહેવાય છે કે રામ નામમાં ઘણી શક્તિ છે. રામ નવમીના દિવસે ભગવાન શ્રીરામના પૂજન વખતે રામ નામનો જાપ કરો. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
4. રામ નવમી પર હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરો, જેમાં પ્રભુ રામ અને તેમના પરમ ભક્ત હનુમાનના ગુણગાન છે. જેને શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદ મળે છે, તેના જીવનમાં કંઈપણ અપ્રાપ્ય નથી રહેતું. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
5. રામ નવમીના દિવસે રામાયણ અથવા રામચરિતમાનસનો પાઠ કરવો અથવા કરાવવો ખૂબ જ શુભ છે. આનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
10 એપ્રિલે રામનવમીનું શુભ મુહૂર્ત રાત્રે 11.06 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે બપોરે 01.39 વાગ્યા સુધી છે. આ મુહૂર્તમાં રામલલાનો જન્મ થશે અને મંદિરોમાં રામ જન્મોત્સવ ઉજવાશે. આ દિવસે અભિજિત મુહૂર્ત બપોરે 12:04 થી 12:53 સુધી છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર