Home /News /dharm-bhakti /

Ram Navami 2021: આ દિવસે મનાવાશે રામ નવમી, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

Ram Navami 2021: આ દિવસે મનાવાશે રામ નવમી, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

Ram Navami 2021: આ દિવસે મનાવાશે રામ નવમી, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની ઉપાસના કરવામાં આવે છે

Ram Navami 2021: દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ નોમના રોજ દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે જ ભગવાન શ્રીરામે રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. તેમનો જન્મ ચૈત્ર વદ નોમના રોજ પુનર્વસુ નક્ષત્ર તથા કર્ક લગ્નમાં થયો હતો. આ દિવસે ભગવાન રામની ઉપાસના, વ્રત, હવન અને કન્યા પૂજનનો મહિમા છે. આજે અમે તમને વ્રતનું શુભ મહુર્ત, પૂજા નિયમ અને ધાર્મિક મહત્વ જણાવીશું.

રામ નવમીના શુભ મુહૂર્ત


નવમી તિથિ પ્રારંભ: 21 એપ્રિલ 2021ના રોજ રાત્રે 00:43 વાગ્યાથી

નવમી તિથિ સમાપ્ત: 22 એપ્રિલ 2021ના રોજ 00:35 વાગ્યા સુધી

પૂજા મુહૂર્ત: સવારે 11:02થી બપોરે 01:38 વાગ્યા સુધી

પૂજાનો કુલ સમય: 2 કલાક અને 36 મિનિટ

રામનવમી મધ્યાહન સમય: બપોરે 12:20 વાગ્યે

આ પણ વાંચો - સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 48 કલાકમાં ઊભી કરી 72 લોકોની ટીમ સાથે 100 બેડની હૉસ્પિટલ

રામાયણનો પાઠ

રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની ઉપાસના કરવામાં આવે છે. શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે. સાથે જ ભગવાનની મૂર્તિને પારણામાં ઝુલાવવામાં આવે છે. આ દિવસે ભક્ત તેમના સ્મરણમાં રામરક્ષા સ્ત્રોત અને રામાયણનો પાઠ કરે છે. આ દિવસે ભક્તો ઝાંખીઓ પણ કાઢે છે.

રામ નવમીનું મહત્વ

ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.

રામ નવમી વ્રત અને પૂજા વિધિ

રામ નવમીના રોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ ભગવાન રામની આરતી કરો.

પૂજા દરમિયાન તેમની પ્રતિમાને પારણામાં ઝૂલાવો. પૂજાના સમાપન બાદ ભક્તોને પ્રસાદ આપો. બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. વ્રત રાખતા લોકો દિવસભર ફળાહાર કરો, શુભ મહુર્ત દરમિયાન ભગવાન રામની રથયાત્રા કાઢો. સાંજે ભજન-કીર્તન કરો. ત્યાર બાદ દશમના રોજ સવારે સ્નાન ભગવાનની પૂજા કરીને પારણા કરી વ્રત પૂર્ણ કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published:

Tags: Ram navami, Ram navami 2021, Ram navami 2021 date, Ram navami shubh muhurat

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन