Home /News /dharm-bhakti /Rakshbandhan 2022: આપને પણ રક્ષાબંધનની તારીખ અંગે છે કોઇ કંફ્યૂઝન? જાણો 11 કે 12 ઓગસ્ટ કયારે બાંધવી રાખડી
Rakshbandhan 2022: આપને પણ રક્ષાબંધનની તારીખ અંગે છે કોઇ કંફ્યૂઝન? જાણો 11 કે 12 ઓગસ્ટ કયારે બાંધવી રાખડી
રક્ષાબંધનનાં મુહૂર્ત
Rakshabandhan Confirm Date 2022: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાનાં દિવસે ઉજવવામાં આવે છે. આ શ્રાવણ પૂર્ણિમા તિથઇ બે દિવસ હોવાને કારણે લોકોને અસમંજસ છે કે રાખડી કયા દિવસે બાંધવી. ચાલો જાણીએ કયા દિવસે રક્ષાબંધન ઉજવવી.
When Is Rakshabandhan 2022: શ્રાવણનાં મહિનો હિન્દૂ પંચાગ અનુસાર ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનાં રક્ષાબંધનનો પૂર્વ ઉજવવામાં આવે છે. ભાઇ બહેનનાં પ્રેમનાં પ્રતિક સમા આ તહેવારનાં દિવસે બહેનો ભાઇની કલાઇ પર રાખડી બાંધે છે. આ વખતે પૂનમની તિથઇ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ બે દિવસે આવે છે. તેથી રાખડી કયા દિવસે બાંધવી તે અંગે લોકોમાં ભારે કન્ફ્યૂઝન છે. રાખડીનો તહેવાર કયા દિવસે ઉજવવો.
આપને જણાવી દઇએ કે, શ્રાવણની પૂર્ણિમા તિથિનો આરંભ 11 ઓગસ્ટ સવારે 10.38 મિનિટે શરૂ થશે. અને 12 ઓગસ્ટ શુક્રવારે સવારે 07.05એ પૂર્ણ થશે. એવામાં લોકોને સંશય છે કે, રાખડી કયા દિવસે બાંધવી. હિન્દૂ પંચાંગ અનુસાર, 11 ઓગસ્ટનાં દિવસે પૂર્ણિમાની તિથિ હોવાને કારણે રક્ષાબંધન 11 ઓગસ્ટનાં દિવસે ગુરુવારે ઉજવવામાં આવશે.
રાખડી બાંધવાનો શુભ સમય- હિન્દુ પંચાંગ અનુસાર 11 ઓગસ્ટ, ગુરુવારનાં દિવસે આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવાનાં કારણે આ દિવસે બહેનો ભાઇઓની કલાઇ પર રક્ષા સૂત્ર બાંધે છે. રાખડી બાંધવા માટે 12 વાગ્યા બાદનો સમય શુભ ગણાવવામાં આવ્યો છે. આ દિવસે 5.17 વાગ્યાથી 6.18 વાગ્યા સુધીનો સમય શુભ છે. આ દિવસે ભાઇને રાખડી બાંધતા સમયે બહેન તેનાં લાંબા આયુષ્યની કામના કરે છે. તો ભાઇ પણ બહેનને ઉપહાર આપે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે.